ETV Bharat / bharat

સરકારી બેન્કના ખાનગીકરણ અંગે સરકાર સાથે વાટાઘાટો ચાલુ છે: શક્તિકાંત દાસ - RBI ન્યુઝ

દેશમા બેન્કના ખાનગીકરણની ચર્ચાઓ ચાલી રહી છે, તેને લઈને ઘણાં વિરોધ પ્રદર્શનો પણ ચાલી રહ્યા છે ત્યારે, RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, તેઓ સરકાર સાથે જાહેર ક્ષેત્રની બેન્કના ખાનગીકરણ અંગે ચર્ચા કરી રહ્યા છે.

સરકારી બેંક
સરકારી બેંક
author img

By

Published : Mar 25, 2021, 4:05 PM IST

Updated : Mar 25, 2021, 7:42 PM IST

  • RBI ગવર્નરે નવીનતાને પ્રોત્સાહન આપતા નિયમો બનાવ્યા છે
  • આર્થિક પુનરુત્થાન અવિરત ચાલુ રાખવું જોઈએ: નાણાં પ્રધાન
  • નાણાકીય ટેક્નોલોજીને પ્રોત્સાહન આપતો કાયદો અને વ્યવસ્થા હોવા જોઈએ

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે જણાવ્યું કે, અમે સરકાર સાથે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને આ સંદર્ભમાં પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, RBI ભાવ અને નાણાકીય સ્થિરતા જાળવી રાખવા અર્થતંત્રના વિકાસ માટે તેના તમામ નીતિગત પાસાઓનો ઉપયોગ કરવા પ્રતિબદ્ધ છે. દાસે ટાઇમ્સ નેટવર્ક ઇન્ડિયા ઇકોનોમિક કોન્કલેવમાં જણાવ્યું હતું કે, "અમે સરકાર સાથે સરકારી બેંકોના ખાનગીકરણ અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને આ સંદર્ભમાં પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે."

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટસત્રમાં કરી હતી આ વિશે ચર્ચા

નોંધનીય છે કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે જાહેર ક્ષેત્રની બે બેન્ક અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એક પ્રશ્નના જવાબમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, આર્થિક પુનરુત્થાન અવિરત ચાલુ રાખવું જોઈએ, નાણાકીય વર્ષ 2021-22 માટે RBIનો 10.5 ટકાનો વૃદ્ધિ અનુમાનોને ઘટાડવાની જરૂર નથી.

આ પણ વાંચો: વડોદરામાં સરકારની ખાનગીકરણ નિતીના વિરોધમાં બેન્ક કર્મચારીઓએ કર્યા સુત્રોચ્ચાર

RTGS અને NEFT સુવિધા હવે 24 કલાક ઉપલબ્ધ

સેવાઓના વધુ સારા વિતરણ માટે નાણાકીય ક્ષેત્રે નવીનતાની જરૂરિયાત પર ભાર મૂકતા RBI ગવર્નરે નવીનતાને પ્રોત્સાહન આપતા અસરકારક નિયમનની હાકલ કરી હતી. તેમણે કહ્યું, RTGS અને NEFT સુવિધા હવે 24 કલાક ઉપલબ્ધ છે. RTGSમાં વિવિધ ચલણમાં વ્યવહાર કરવાની ક્ષમતા છે, તેનો વ્યાપ ભારત ઉપરાંત પણ વધારી શકાય કે નહીં તેની સંભાવના પર વિચાર કરવાની જરૂર છે.

બેન્ક ક્ષેત્રની નાણાકીય પ્રાથમિકતાને જાળવવું અમારી પ્રાથમિકતા: દાસ

દાસે કહ્યું, "અસરકારક નિયમન એ રિઝર્વ બેન્ક માટે પ્રાથમિકતા છે અને નાણાકીય ટેક્નોલોજીને પ્રોત્સાહન આપતો કાયદો અને વ્યવસ્થા હોવા જોઈએ. નૈતિક ધોરણો સાથે ઓપરેટિંગ સિસ્ટમ મજબૂત મૂડી આધાર ધરાવતા બેન્ક ક્ષેત્રની નાણાકીય પ્રાથમિકતાને જાળવવું અમારી પ્રાથમિકતા છે. ગ્રાહકોની વધુ સારી સેવા આપવા માટે ટેક્નોલોજી અને નવીનીકરણની મહત્વપૂર્ણ ભૂમિકા છે. લોકોને સીધા ટ્રાન્સફરના લાભ પૂરા પાડવા માટે 274 કરોડ ડિજિટલ ટ્રાંઝેક્શનની સુવિધા કરવામાં આવી હતી અને તેમાંથી મોટાભાગના કોરોના મગહામારી દરમિયાન બન્યા હતા.

આ પણ વાંચો: બેન્કોના ખાનગીકરણના વિરોધમાં 15 અને 16 માર્ચ બેન્ક બંધ રહેશે

કોવિડ -19 સંક્રમણના વધતા જતા કેસો ચિંતાનો વિષય

ક્રિપ્ટો કરન્સી અંગે શક્તિકાંત દાસે જણાવ્યું કે, કેન્દ્રીય બેન્ક આ સંદર્ભમાં નાણાકીય સ્થિરતા અંગેની ચિંતાઓનું મૂલ્યાંકન કરી રહી છે. અમે સરકારને ક્રિપ્ટો કરન્સી વિશેની અમારી ચિંતાઓથી વાકેફ કર્યા છે, તે ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે, સરકાર આ અંગે નિર્ણય લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં કોવિડ -19 સંક્રમણના વધતા જતા કેસો ચિંતાનો વિષય છે, પરંતુ આ વખતે તેની સાથે કાર્યવાહી કરવા અમારી પાસે વધારાની સુવિધાઓ છે.

Last Updated : Mar 25, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.