ETV Bharat / bharat

Rashtrapati Bhavan: રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન 7 થી 11 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે - Krishna Janmashtami on 7th September

રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન 7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. 7 સપ્ટેમ્બરે કૃષ્ણ જન્માષ્ટમીના રોજ બગીચો બંધ રહેશે. જ્યારે 8, 9 અને 10 સપ્ટેમ્બરે G20 કોન્ફરન્સ અને 11 સપ્ટેમ્બરે સોમવારે જાળવણીના કારણે બંધ રહેશે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 11:51 AM IST

નવી દિલ્હી: G-20 કોન્ફરન્સને કારણે રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ગાર્ડન 8, 9 અને 10 સપ્ટેમ્બરે બંધ રહેશે. કૃષ્ણ જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરે છે. 11મી સપ્ટેમ્બર સોમવાર છે. દર સોમવારે બગીચાની જાળવણીની કામગીરી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં અમૃત ઉદ્યાન 5 દિવસ બંધ રહેશે. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે અમૃત ઉદ્યાન માત્ર શિક્ષકો માટે જ ખુલ્લો રહેશે. અન્ય લોકો માટે સ્ટોલ બુકિંગ બંધ છે.

અમૃત ઉદ્યાન 8 થી 10 સપ્ટેમ્બર સુધી બંધ: રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ અનુસાર, G20 કોન્ફરન્સને કારણે અમૃત ઉદ્યાન 8 થી 10 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. વેબસાઇટ પર સ્લોટ બુકિંગ પણ 7 થી 11 સપ્ટેમ્બર સુધી બંધ છે. મયુર વિહાર ફેઝ 3 ના રહેવાસી આશિષ કુમારે જણાવ્યું કે 7 સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રજા છે. આવી સ્થિતિમાં તેઓ પરિવારને અમૃત ઉદ્યાન લઈ જવા માંગતા હતા, પરંતુ સ્ટોલ બંધ હોવાથી બુકિંગ થઈ શક્યું ન હતું.

શિક્ષકો લઈ શકશે મુલાકાત: 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. આવી સ્થિતિમાં શિક્ષકોને રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનની મુલાકાત લેવાની વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે. આ દિવસે માત્ર શિક્ષકો જ અમૃત ઉદ્યાન જઈ શકશે. રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ પરના તમામ સ્લોટ માત્ર શિક્ષકો માટે જ અનામત રાખવામાં આવ્યા છે. શિક્ષકોએ પણ તેમનું ઓળખ પત્ર સાથે લાવવાનું રહેશે.

જાણો ક્યારે જઈ શકાશે: અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી ખોલવામાં આવ્યું છે: રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનને 16 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી જનતા માટે ખોલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. છેલ્લી એન્ટ્રી સાંજે 4 વાગ્યે છે. અમૃત ઉદ્યાનની મુલાકાત લેવા માટે બુકિંગ સ્લોટ મફત છે. એક સ્લોટમાં વધુમાં વધુ 30 લોકોનું બુકિંગ કરાવી શકાય છે. લોકો રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ https://rashtrapatibhavan.gov.in પર જઈને ઓનલાઈન સ્લોટ બુક કરી શકે છે. રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35 પર પરથી પણ બુકિંગ કરાવી શકાશે. બુકિંગ માટે મોબાઈલ નંબર અને સરકારી આઈડી કાર્ડ જરૂરી છે.

  1. One Nation One Election: વન નેશન વન ઇલેક્શન પર કેન્દ્ર સરકારનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના
  2. INDIA Alliance Meeting 2nd day: વિપક્ષી પાર્ટીના ગઠબંધન INDIA ની મુંબઈમાં બેઠક, અનેક મહત્વના મુદ્દે ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.