ETV Bharat / bharat

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકને આપ્યો જન્મ, પિતા કોણ છે તે જાણવા માટે 7 આરોપીઓના કરાશે DNA ટેસ્ટ

author img

By

Published : Aug 21, 2021, 1:20 PM IST

આ મામલો અસંદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના ગામમાં રહેતી છોકરીના પિતાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે ગામના 7 લોકો સામે સામુહિક દુષ્કર્મનો કેસ નોંધ્યો છે. આ બાબત છેલ્લા બે મહિનાથી ગામમાં ચાલી રહી હતી.

7 આરોપીઓના કરાશે DNA ટેસ્ટ
7 આરોપીઓના કરાશે DNA ટેસ્ટ

  • પોલીસ આ કેસમાં આરોપીઓના DNA ટેસ્ટ કરાવશે
  • આરોપી કિશોર અને તેના ચાર ભાઈઓ સહિત 7 સામે દુષ્કર્મનો કેસ દાખલ થયો
  • યુપીના બારાબંકીમાં એક ખૂબ જ જટિલ કિસ્સો સામે આવ્યો છે

બારાબંકી: યુપીના બારાબંકીમાં એક ખૂબ જ જટિલ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કિશોરી ગર્ભવતી થઈ અને તેણે બાળકને જન્મ આપ્યો. બે મહિના પહેલા કિશોરીના લગ્ન ગામના જ એક કિશોર સાથે થયા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, દુષ્કર્મ એ જ કિશોરે કર્યુ હતું. હવે કિશોરીના પિતાએ આરોપી કિશોર અને તેના ચાર ભાઈઓ સહિત 7 સામે દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. પોલીસ આ કેસમાં આરોપીઓના DNA ટેસ્ટ કરાવશે.

આ પણ વાંચો- 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવા બદલ પાડોશીની ધરપકડ

શું છે ઘટના

આ મામલો અસંદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના ગામમાં રહેતી છોકરીના પિતાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે ગામના 7 લોકો સામે સામુહિક દુષ્કર્મનો કેસ નોંધ્યો છે. આ બાબત છેલ્લા બે મહિનાથી ગામમાં ચાલી રહી હતી.

કિશોરની માતાએ પોતાના પુત્રને કહ્યો નિર્દોષ

આ કેસમાં આરોપી કિશોરની માતાએ તેના પુત્રની નિર્દોષતાની વાત કરી છે. આરોપીની માતાનું કહેવું છે કે, 28 જૂનના રોજ તેના પુત્રએ પીડિતા સાથે બળજબરીથી લગ્ન કર્યા હતા. જેમણે લગ્ન કરાવ્યા, તેમનો આરોપ હતો કે, આરોપી કિશોરે પીડિત છોકરી પર દુષ્કર્મ કર્યુ હતું. આરોપી બાળકની માતાએ 6 ઓગસ્ટે CO હૈદરગઢને અરજી આપી હતી.

કિશોરના પિતાએ પુત્રને પોલીસનો ડર બતાવી બળજબરીથી કરાવ્યા લગ્ન

આમાં તેણે જણાવ્યું હતું કે, કિશોરના પિતાએ તેના મદદરૂપ ગ્રામજનો સાથે મળીને તેના પુત્રને પોલીસનો ડર બતાવ્યો હતો અને બાળકીના ગળામાં જયમાલ પહેરાવીને બળજબરીથી તેના લગ્ન કરાવ્યા હતા. તે જ સમયે, છોકરીને પહેલાથી જ ગર્ભવતી થયે 7 મહિના થયા હતા. તે પછી, આ લોકોએ તેની પાસે 6 લાખ રૂપિયા રોકડા માંગ્યા અને દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું કહ્યું. આ સિવાય તેણે ડિલિવરીના ખર્ચની પણ માંગ કરી હતી, જ્યારે કિશોરીના પેટમાં ગર્ભ કોઈ બીજાનો છે. તેના પુત્રનો નથી.

કિશોરીના પિતાએ નોંધાવી ફરિયાદ

પીડિત કિશોરીના પિતાએ 16 ઓગસ્ટના રોજ અસંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે, ગામના એક દબંગે એક પરિવાર પાસેથી પૈસા લઇને આરોપી કિશોર સાથે તેની નાબાલિક પુત્રીના લગ્ન કરાવ્યા હતા.

અસંદરા પોલીસ સ્ટેશનના પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો

પિતાએ આરોપ લગાવ્યો કે, તેમની પુત્રી 7 મહિના સુધી દબંગના ઘરમાં રહી. તે સમય દરમિયાન, આ કિશોર અને તેના ચાર ભાઈઓ અને દબંગે તેની પુત્રી પર સામુહિક દુષ્કર્મ કર્યું અને તેને ગર્ભવતી કરી દીધી. એટલું જ નહીં, એ દબંગ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી કે જો તે ક્યાંય પણ ફરિયાદ કરશે તો તેને જોઇ લઇશું. આ સાથે ગર્ભપાત કરાવવા માટે માર પણ મારવામાં આવ્યો હતો. પિતાની ફરિયાદના આધારે અસંદરા પોલીસ સ્ટેશનના પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો- તૌકતે વાવાઝોડાની સહાયની લાલચ આપી ગામના પૂર્વ સરપંચે વિધવા મહિલા પર આચર્યુ દુષ્કર્મ

હવે થશે આરોપીઓનો DNA ટેસ્ટ

ક્ષેત્રાધિકારી રામસનેહીઘાટ પંકજ સિંહે જણાવ્યું કે, આ મામલો ખૂબ જ ગંભીર છે. પીડિતાએ બાળકને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં તમામ આરોપીઓના DNA ટેસ્ટ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.