લખનૌ: રામચરિતમાનસ પર સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને અત્યાર સુધી રાજકીય ગલિયારામાં વિરોધના અવાજો ઉઠી રહ્યા હતા. પરંતુ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વિરોધ પ્રદર્શન વચ્ચે, સમર્થનના અવાજો પણ ઉઠવા લાગ્યા છે. લખનૌના PGI કોતવાલી વિસ્તારની વૃંદાવન યોજનામાં રામચરિત માનસની નકલો બાળવામાં આવી હતી.
આ પણ વાંચો: Firing on Naba das: ઓડિશાના આરોગ્ય પ્રધાનને પોલીસ અધિકારીએ ગોળી મારતા મૃત્યુ
જાતિઓ વિરુદ્ધ ખોટી વાતો: પૂર્વપ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થનમાં બહાર આવેલા અખિલ ભારતીય ઓબીસી મહાસભાના લોકોએ સનાતન ધર્મ સંસ્કૃતિ અને રામચરિત માનસના સર્જક મહાન કવિ તુલસીદાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ઓલ ઈન્ડિયા ઓબીસી મહાસભાના દેવેન્દ્ર યાદવે કહ્યું કે, સ્વામી પ્રસાદ મૌર્યએ કંઈ ખોટું નથી કહ્યું. રામચરિત માનસમાં ઘણી જગ્યાએ જાતિઓ વિરુદ્ધ ખોટી વાતો લખવામાં આવી છે. તેમને તેમાંથી દૂર કરવા જોઈએ નહીંતર તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર: રવિવારે સવારે લગભગ દસ વાગ્યે, 10-12 લોકોએ પોતાને અખિલ ભારતીય ઓબીસી મહાસભાના પદાધિકારીઓ ગણાવતા સૌપ્રથમ સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જે બાદ સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનને સમર્થન આપીને રામચરિતમાનસની કોપી સળગાવી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ લોકોએ કહ્યું કે, જો સરકાર આ અંગે કાર્યવાહી નહીં કરે તો OBC, SC સમુદાય રસ્તા પર ઉતરીને જડબાતોડ જવાબ આપશે.
આ પણ વાંચો: Narendra Modi Ekta Yatra: લાલચોક પર ત્રિરંગો લહેરાવવા કન્યાકુમારીથી કાશ્મીર ગયા નરેન્દ્ર મોદી
સ્વામી પ્રસાદ મૌર્ય વિવાદોમાં ફસાયા: રામચરિતમાનસ પર ટિપ્પણી કર્યા બાદ સ્વામી પ્રસાદ મૌર્ય વિવાદોમાં ફસાયા છે. તેનો સતત વિરોધ થઈ રહ્યો છે. એ જ જોઈને હવે ઓબીસી સમાજ તેમના પક્ષમાં ઉભો થયો છે. રામચરિતમાનસની નકલો સળગાવીને આજે ઓબીસી સમાજે તેમના સમર્થનમાં ઉભા રહેવાની વાત કરી છે. હાલ તો આ વિવાદ ક્યારે શમશે તે જોવું રહ્યું.