બહરોડ: રાજસ્થાનના બહરોડ જિલ્લાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નંબર 3 (ACJM) એ ચેક બાઉન્સ કેસમાં ચાક્સુના ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકીને 1 વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ 55 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 8 વર્ષ જૂના કેસની સુનાવણી દરમિયાન ACJM નંબર 3ના જજ નિખિલ સિંહે આ ચુકાદો સંભળાવ્યો છે. ધારાસભ્ય સોલંકીને અપીલ કરવા માટે એક મહિનાનો સમય મળશે
શું છે સમગ્ર મામલોઃ પીડિત પક્ષના એડવોકેટ ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, 8 વર્ષ પહેલા વેદ પ્રકાશ સોલંકી કોટપુતલી-બહરોડ જિલ્લાના બાનસૂરમાં પ્રોપર્ટીનું કામ કરતા હતા. આ સમય દરમિયાન, શિક્ષણ વિભાગના નિવૃત પીટીઆઈ હુલમાણા ખુર્દના રહેવાસી મોહર સિંહ યાદવ અને વેદ પ્રકાશ સોલંકી વચ્ચે સારી ઓળખાણ થઈ હતી. વેદ પ્રકાશ સોલંકીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, તેઓ તેમને બાંસુરમાં સારા સ્થાને સસ્તા દરે પ્લોટ અપાવશે. આ માટે તેમને ઘણી જગ્યાએ જમીન પણ બતાવી. બંને વચ્ચે એક પ્લોટને લઈને ડીલ ફાઈનલ થઈ હતી.
ચેક થયો હતો બાઉન્સ: 20 જૂન 2015ના રોજ મોહરસિંહે સોલંકીને પ્લોટ માટે 35 લાખ રૂપિયા આપ્યા હતા. લાંબા સમય સુધી પ્લોટ ન અપાવવા પર મોહરસિંહે પૈસા પરત કરવાનું જણાવ્યું હતું. આ અંગે સોલંકીએ 10 સપ્ટેમ્બર 2015ના રોજ જયપુરના માનસરોવર ખાતે આવેલી એક્સિસ બેંકનો ચેક આપ્યો હતો. ચેક બાઉન્સ થતાં મોહરસિંહે સોલંકીને પૈસા પરત કરવા કહ્યું અને ચેક બાઉન્સ થયાની વાત કરી. એડવોકેટ ભૂપેન્દ્ર સિંહે કહ્યું કે પીડિતે 30 ઓક્ટોબર 2015ના રોજ પૈસા પરત ન કરવા બદલ કેસ નોંધાવ્યો હતો. આ પછી મામલો કોર્ટમાં ગયો. કેસ કોર્ટમાં પહોંચ્યાના આઠ મહિના બાદ સોલંકીએ ખુદના બચાવમાં 8 જુલાઈ, 2016 ના રોજ છેતરપિંડીથી ચેક પચાવી પાડવાનો કેસ દાખલ કર્યો હતો.
ધારાસભ્યને 1 વર્ષની સજા સાથે 55 લાખનો દંડ: મામલો બીચકતા જોઈને, 9 ઓક્ટોબર, 2019 ના રોજ, ધારાસભ્ય સોલંકીએ મોહર સિંહની સાથે સમાધાન કર્યુ, સ્ટેમ્પ પેપર પર રૂપિયા 24 લાખ પરત કરવાનો કરાર થયો હતો. આ સ્ટેમ્પ પેપર પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સોલંકી ત્રણ મહિનામાં પૈસા પરત નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું. કરારના ત્રણ મહિના બાદ પણ સોલંકીએ મોહરસિંહને પૈસા પરત કર્યા ન હતા. કેસની સુનાવણી કરતી વખતે ACJM નંબર 3ના જજ નિખિલ સિંહે ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકીને 1 વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ 55 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આપનને જણાવી દઈએ કે વેદ પ્રકાશ સોલંકી સચિન પાયલટના નજીકના માનવામાં આવે છે અને રાજકીય સંકટ સમયે પણ વેદ પ્રકાશ સોલંકી સચિન પાયલટ સાથે ખભે ખભા મિલાવીને ઉભા હતા.