ETV Bharat / bharat

રાજસ્થાનમાં 199 બેઠકો પર મતદાન શરૂ, 5 કરોડથી વધુ મતદારો 1,863 ઉમેદવારોના ભાવિનો કરશે નિર્ણય

આજે 25 નવેમ્બર શનિવારના રોજ રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં 5 કરોડથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના મતદાનને લઈને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. Rajasthan Assembly Election 2023

રાજસ્થાનમાં 199 બેઠકો પર આજે મતદાન
રાજસ્થાનમાં 199 બેઠકો પર આજે મતદાન
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 10:51 PM IST

Updated : Nov 25, 2023, 7:49 AM IST

રાજસ્થાન : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્યની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે આજે 25 નવેમ્બર શનિવારના રોજ મતદાન થઈ રહ્યું છે. શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠકની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના 5 કરોડથી વધુ મતદારો 1,863 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણી પંચે મતદાનને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 51,507 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જ્યાં 5 કરોડ 26 લાખ 90 હજાર 146 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ, હોમગાર્ડ, RAC અને CAPF ની 700 કંપનીઓના 1.5 લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ, સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

5 કરોડથી વધુ મતદાર : રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો પર 5 કરોડ 26 લાખ 90 હજાર 146 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં 18 થી 30 વર્ષની વયજૂથના 1 કરોડ 70 લાખ 99 હજાર 334 યુવા મતદારો છે. જેમાં 18 થી 19 વર્ષની વયજૂથના 22 લાખ 61 હજાર 8 નવા મતદારોનો સમાવેશ થાય છે. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, મતદાન માટે રાજ્યમાં 36,101 સ્થળોએ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારોમાં 10,501 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં 41,006 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ઉપરાંત 26,393 મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. આ મતદાન કેન્દ્રો પર જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 65,277 બેલેટ યુનિટ, 62,372 કંટ્રોલ યુનિટ અને 67,580 VVPAT મશીન અનામત સહિત મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે.

માઈક્રો ઓબ્ઝર્વરની ફરજ : પ્રવીણ ગુપ્તાએ જણાવ્યુ હતું કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે વિભાગમાંથી 6,287 માઈક્રો ઓબ્ઝર્વર અને 6247 સેક્ટર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. તેઓ મતદાન પક્ષો સાથે સતત સંકલન કરીને કોઈપણ પ્રકારની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરશે. તમામ સેક્ટર ઓફિસરોને એક વધારાનું EVM મશીન પણ આપવામાં આવશે જે EVM સંબંધિત ખરાબી અંગેની માહિતી પર રિપેરિંગ અને રિપ્લેસમેન્ટ માટે પગલાં લેશે. EVM સંબંધિત સમસ્યાના ઝડપી નિરાકરણ માટે દરેક વિધાનસભા બેઠક પર બે બેલ એન્જિનિયરો પણ હાજર રહેશે, જેઓ EVM માં કોઈ પણ સમસ્યાની માહિતી મળતાં જ તરત જ કેન્દ્રો પર પહોંચી જશે. બેલ એન્જિનિયરો પાસે દરેક એક વધારાનું EVM મશીન પણ હશે.

2 લાખથી વધુ મતદાન કર્મી : પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે 2,74,846 મતદાન કર્મચારીઓ મતદાનમાં સહયોગ આપશે. 7960 મહિલા મતદાન કર્મચારીઓ મહિલા સંચાલિત મતદાન મથકો પર કમાન્ડ સંભાળશે અને 796 વિકલાંગ મતદાન કર્મચારીઓ વિકલાંગ સંચાલિત મતદાન મથકો પર કમાન્ડ સંભાળશે. તમામ મતદાન મથકો પર મતદાન માટે વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર આવતા વિકલાંગ લોકો અને 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ મતદારો વ્હીલચેરના લાભ સાથે મતદાન કરી શકે છે.

  • #WATCH | On voting day in Rajasthan, Congress leader Sachin Pilot says, "I am confident that Congress will get another chance in the state. We will get the number required to form the government. People here want to vote for those who deliver and stay committed." pic.twitter.com/owCkuNDwkb

    — ANI (@ANI) November 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્યમાં 3383 વિશેષ મતદાન મથક : આ વખતે ચૂંટણી પંચે મહિલા, વિકલાંગ અને યુવા મતદારોને જાગૃત કરવા અનોખી પહેલ કરી છે. ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ રાજ્યની તમામ વિધાનસભા મતવિસ્તારમાં મહિલા કર્મચારી મતદાન કેન્દ્ર, વિકલાંગ કર્મચારી મતદાન કેન્દ્ર અને યુવા કર્મચારીઓ સંચાલિત મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આવા 3383 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક વિકલાંગ મતદાન મથક, 8 મહિલા અને 8 યુવા મતદાન મથક બનાવવામાં આવ્યા છે. વિકલાંગ મતદાન મથકો પર મતદાનની જવાબદારી વિકલાંગ કર્મચારીઓના હાથમાં રહેશે. તેવી જ રીતે મહિલા મતદાન મથકમાં મતદાનની જવાબદારી માત્ર મહિલા કર્મચારીઓની રહેશે. યુવા મતદાન મથકમાં યુવા જવાનો તૈનાત રહેશે. સમગ્ર રાજ્યમાં 199 વિકલાંગ મતદાન કેન્દ્રો અને 1592-1592 મહિલા અને યુવા મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

  • #WATCH | Rajasthan Elections | Ahead of casting his vote in Kisamidesar of Bikaner East assembly constituency, Union Minister Arjun Ram Meghwal says, "I have appealed to all the voters to cast their votes...BJP is going to form the government in Rajasthan." pic.twitter.com/AoJodTW8Gj

આ બેઠક પર ચૂંટણી મોકૂફ : ઉલ્લેખનિય છે કે રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકો છે. પરંતુ આ વખતે શ્રીગંગાનગર જિલ્લાની કરનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુરમીતસિંહ કુન્નરનું અવસાન થયું હતું. આ પછી ચૂંટણી પંચે આ બેઠક પર ચૂંટણી સ્થગિત કરી દીધી છે. આ વખતે 200 વિધાનસભા સીટના બદલે 199 સીટ પર મતદાન થશે.

1.70 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત : કાયદો અને વ્યવસ્થા DG રાજીવ શર્માના જણાવ્યા અનુસાર પોલીસ, હોમગાર્ડ અને પેરા-મિલિટરી ફોર્સની 700 કંપનીઓ ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે રાજસ્થાન પોલીસના 70 હજારથી વધુ જવાન, 18 હજાર રાજસ્થાન હોમગાર્ડના જવાન, 2 હજાર રાજસ્થાન બોર્ડર હોમગાર્ડ્સ સહિત અન્ય રાજ્યોના 15 હજાર હોમગાર્ડ્સ અને RAC ની 120 કંપનીઓ તૈયાર છે.

  • #WATCH | Jodhpur: When asked if it is a Gehlot vs PM Modi fight in Rajasthan election, CM Ashok Gehlot says, " There used to be a time when a PM used to hold 2-3 meetings in a state and the message used to reach to villages but now, PM has to hold 30 meetings...he attacked me… pic.twitter.com/ysbNGkg7VE

આંતરરાજ્ય સરહદ પર કડક ચેકિંગ : DG રાજીવ શર્માએ કહ્યું કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને મધ્યપ્રદેશના હોમગાર્ડને પણ ફરજ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધ-લશ્કરી દળો જેમાં CRPF, BSF, ITBP, CISF, SSB, RPF ની કંપનીઓ અને અન્ય 18 રાજ્યોના સશસ્ત્ર દળ સહિત કુલ 1 લાખ 70 હજારથી વધુ સુરક્ષા કર્મચારી ચૂંટણી ફરજ પર તૈનાત રહેશે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબ રાજ્યો સાથેની 4850 કિમી લાંબી આંતરરાજ્ય સરહદ પર આવેલી ચેકપોસ્ટ પર બહારના લોકોના પ્રવેશને રોકવાના ઉદ્દેશ્ય સાથે સીલિંગ અને ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે.

  1. તેલંગાણામાં કોંગ્રેસ જીતશે તો બેરોજગારોની સમસ્યા દૂર થશેઃ પ્રિયંકા ગાંધી
  2. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી વિશે વાંધાજનક કોમેન્ટ, યુઝર વિરુદ્ધ કેસ નોંધાયો

Last Updated : Nov 25, 2023, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.