ETV Bharat / bharat

કૉંગ્રેસની જીત માટે રાહુલ, પ્રિયંકા આસામના ચાના બગીચાના કામદારોને રિઝવી રહ્યાં છે - rahul gandhi

કૉંગ્રેસ આસામના મહત્વના ચાના બગીચાના કામદારોના સમુદાયનો ટેકો પાછો મેળવવા ભારે પ્રયાસો કરી રહી છે. આ સમુદાય રાજ્યની વસતિના 17 ટકા છે અને 126 વિધાનસભા બેઠકો પૈકી લગભગ 40માં તેમનો પ્રભાવ છે. કૉંગ્રેસની જીત માટે રાહુલ, પ્રિયંકા આસામના ચાના બગીચાના કામદારોને રિઝવી રહ્યાં છે.

રાહુલ, પ્રિયંકા આસામના ચાના બગીચાના કામદારોને રિઝવી રહ્યાં

author img

By

Published : Mar 22, 2021, 8:24 PM IST

  • ચાના બગીચાના કામદારોના સમુદાયનો ટેકો પાછો મેળવવા ભારે પ્રયાસો કરી રહી-કૉંગ્રેસ
  • રાહુલ, પ્રિયંકા આસામના ચાના બગીચાના કામદારોને રિઝવી રહ્યાં
  • આ સમુદાય રાજ્યની વસતિના 17 ટકા છે

નવી દિલ્હી: આ સમુદાય પછાતપણાથી પીડાય છે. નિવાસની સ્થિતિ પણ ખરાબ છે અને શિક્ષણ તેમજ આરોગ્યની સુવિધાઓનો અભાવ પણ છે. પરંપરાગત રીતે તેણે કૉંગ્રેસનું સમર્થન કર્યું છે પરંતુ 2016ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ભાજપને ટેકો આપ્યો હતો. "ભાજપ સત્તામાં આવશે તો સો દિવસમાં જ ઘણું બધું કરવાનાં વચનો કામદારોને અપાયા હતા, પરંતુ ખરેખર તો કંઈ થયું નથી. પાંચ વર્ષ પછી સમુદાય ભાજપથી દુઃખી છે." તેમ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પાંચ અવધિથી દિબ્રુગઢના સાંસદ પબનસિંહ ઘટોવારે કહ્યું હતું. ઘટોવાર જેમણે દાયકાઓ સુધી ચાના બગીચાના કામદારો સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું કે, સમુદાય 1952થી કૉંગ્રેસને સમર્થન આપતો આવ્યો છે, પરંતુ તેમાંના 60 ટકાના મત વર્ષ 2016માં ભાજપ તરફ ઢળી ગયા. "પરંતુ હવે તેઓ પાછા ફરી રહ્યા છે." કૉંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો.

આ પણ વાંચો: રાહુલ-પ્રિયંકાની અટકાયતના વિરોધમાં ભૂજ કોંગ્રેસે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો, પોલીસે કરી અટકાયત

કૉંગ્રેસના મેનેજરોનો આક્ષેપ

ભાજપ-એજીપીની સરકારે મફત ચોખા અને ખાંડ, રાંધણ ગેસ અને આર્થિક પ્રોત્સાહનો વગેરે કલ્યાણનાં અનેક પગલાં ચાના બગીચાના કામદારો પર પોતાનું પ્રભુત્વ મજબૂત કરવા સીધા બૅન્ક ખાતામાં નાખવાનું શરૂ કર્યું હતું. આ અભિયાન થોડા જ સમયમાં ઠપ થઈ ગયું હતું. તેમ કૉંગ્રેસના મેનેજરોનો આક્ષેપ છે. ચાના બગીચાના કામદારો સમૂહમાં એક તરફી મતદાન કરે છે. તેમનું રાજકીય મહત્વ સમજીને કૉંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ આ સામાજિક જૂથનો વિશ્વાસ પાછો જીતવા લક્ષ્યાંકિત યોજના શરૂ કરી છે. યોજનાના ભાગરૂપે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, જેમણે 14 ફેબ્રુઆરીએ શિવસાગરમાં એક જનસભામાં પક્ષના પ્રચાર અભિયાનનો આરંભ કર્યો. તેમણે જો પક્ષ સત્તામાં પાછો ફરે તો ચાના બગીચાના કામદારોને પ્રતિદિન રૂપિયા 365 પગાર આપવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસી પહોંચ્યા, ગુરુ રવિદાસના જન્મસ્થાને જશે

5 બાંયધરી પૈકીની એક બાંહેધરી

પક્ષનાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચાના બગીચાના કામદારોની મુલાકાત લીધી હતી. તેમની ફરિયાદો સાંભળી હતી અને શાસક યુતિ પર આ સમુદાયની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. અનેક મહિલા કામદારોને ટાંકીને પ્રિયંકાએ મુદ્દો ઉઠાવ્યો હતો કે, તેમનાં બૅન્ક ખાતાંમાં કેટલાંક નાણાં શરૂઆતમાં આવ્યા હતા અને તેમને રાંધણ ગેસ મળ્યો હતો, પરંતુ હવે તેમના રસોડામાં ખાલી બાટલા પડેલા છે અને પેટ્રૉલ-ડીઝલ અને ગેસના ઊંચા ભાવથી સમુદાયને વિપરીત અસર થઈ છે. હકીકતે, ચાના બગીચાના કામદારો માટે રૂપિયા 365 પ્રતિદિને કૉંગ્રેસે આસામમાં મતદારોને આપેલી 5 બાંયધરી પૈકીની એક છે.

સારું મહેનતાણું ચાના બગીચાના કામદારોની જૂની માંગ રહી

પ્રતીકવાદનો ઉપયોગ કરતાં, પ્રિયંકાએ પંરપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને બગીચામાં મહિલા કામદારો સાથે ચાની પત્તીઓ તોડી હતી, જ્યારે રાહુલે તે પછીની મુલાકાતમાં સમુદાયના સભ્યો સાથે બેસીને ભોજન લીધું હતું અને તેમની સ્થિતિ સુધારવા પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રતિદિન રૂપિયા 365નું કૉંગ્રેસનું વચન એ હકીકતમાંથી આવ્યું છે કે, વધુ સારું મહેનતાણું ચાના બગીચાના કામદારોની જૂની માંગ રહી છે .જેનો ક્યારેય પૂરી રીતે ઉકેલ આવ્યો નથી.

બગીચાના કામદારોમાં હજુ પણ અસંતોષ

ભાજપ-એજીપી યુતિએ વર્ષ-2018માં પ્રતિદિન પગાર રૂપિયા 137થી વધારી રૂપિયા 167 કર્યો અને ગયા મહિને ફરી એક વાર તે વધારી રૂપિયા 217 કર્યો, પરંતુ કામદારો હજુ પણ સંતોષ પામ્યા નથી. રાહુલ અને પ્રિયંકા બન્નેએ ભાજપ પર ચાના બગીચાના કામદારોની ખરાબ સ્થિતિ માટે દોષારોપણ કર્યું હતું. જેનાથી ગયાં વર્ષોમાં ભગવા પક્ષના રણનીતિકારોને સમુદાયને પૈસા આપવા ફરજ પડી હતી. ગયા મહિને રાજ્યની મુલાકાત લેનાર વડાપ્રધાન મોદીએ ચાના બગીચાના કામદારોના વિકાસને આસામના વિકાસ સાથે સાંકળ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, ભારતીય ચાને કુખ્યાત કરવા આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર છે.

બગીચાના કામદારોને રૂપિયા 3,000ની સહાય આપવામાં આવી રહી છે

વડાપ્રધાને એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, કેન્દ્રીય અંદાજપત્રમાં ચાના ક્ષેત્ર માટે રૂપિયા 1,000 કરોડ ફાળવવામાં આવ્યા છે અને આ ઈશાન રાજ્યમાં ચાના બગીચાના કામદારોને રૂપિયા 3,000ની સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત સુવિધાના અભાવની ભરપાઈ કરવા મોબાઇલ મેડિકલ વાનની સુવિધા પણ અપાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.