- કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યુ નિશાન
- રાજ્યોમાં એન્ટી કોરોના રસીઓની કથિત તંગીને લઈ કર્યા પ્રહાર
- કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે પણ સરકાર પર આરોપ લગાવ્યો
નવી દિલ્હી: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે કેટલાક રાજ્યોમાં એન્ટી કોરોના રસીઓની કથિત તંગીને ટાંકીને કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, આ 'જુમલે છે, વેક્સિન્સ નથી. એક સમાચાર શેર કરતા તેમણે ટ્વીટ કર્યું કે જુમ્લા છે, રસી નથી !.
-
जुमले हैं,
— Rahul Gandhi (@RahulGandhi) July 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
वैक्सीन नहीं!#WhereAreVaccines pic.twitter.com/TOsSkHoOIl
">जुमले हैं,
— Rahul Gandhi (@RahulGandhi) July 14, 2021
वैक्सीन नहीं!#WhereAreVaccines pic.twitter.com/TOsSkHoOIlजुमले हैं,
— Rahul Gandhi (@RahulGandhi) July 14, 2021
वैक्सीन नहीं!#WhereAreVaccines pic.twitter.com/TOsSkHoOIl
કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલનો આરોપ
કોંગ્રેસના નેતાએ શેર કરેલા સમાચારોમાં એવું કહેવામાં આવ્યું છે કે, ઘણા રાજ્યોમાં રસીનો અભાવ છે, જોકે કેન્દ્રએ તેનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે આરોપ લગાવ્યો હતો કે, રસીની અછત અને ઈંધણના ભાવમાં વધારાને કારણે ભાજપ સરકાર જનતાના ઘા પર મીઠું લગાવતી હતી.
રસીકરણના દરમાં 60 ટકાનો ઘટાડો
તેમણે ટ્વીટ કર્યું હતું કે, રસીકરણના દરમાં 60 ટકાનો ઘટાડો થયો છે. આ સરકાર હેઠળ બળતણના ભાવમાં 63 ગણો વધારો થયો છે. ભાજપ જનતાના ઘા પર મીઠું નાખવા માટે કોઈ કસર છોડતી નથી. બીજી તરફ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રસીનાં 1.51 કરોડ ડોઝ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં પડેલા છે, જેનો ઉપયોગ થવાનો બાકી છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીઓનો જથ્થો
તેમણે પણ કહ્યુ કે, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીઓની 39.59 કરોડ જથ્થો ઉપલબ્ધ કરવામાં આવી છે.