નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના છઠ્ઠા દિવસે આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈને નિવેદન આપ્યું હતું. અજીત ડોભાલે સેના પર અગ્નિવીર સ્કીમ થોપી છે.
બેરોજગાર યુવાનો અગ્નિવીર સાથે અસહમત: રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા દરમિયાન તેમને જનતા સાથે વાત કરવાનો અને તેમની સમસ્યાઓ સાંભળવાનો મોકો મળ્યો. તેમણે કહ્યું કે હવે તમે અગ્નિવીર યોજનાના વખાણ કર્યા છે, પરંતુ સેનાની ભરતી માટે સવારે ચાર વાગ્યે રસ્તા પર દોડી રહેલા બેરોજગાર યુવાનો આ વાત સાથે સહમત નથી. આ લોકો કહે છે કે અમને ચાર વર્ષ પછી સેનામાંથી કાઢી મુકવામાં આવશે.
આ પણ વાંચો: Rahul gandhi on adani modi relationship: દેશ જાણવા માંગે છે કે, અદાણીનો વડાપ્રધાન સાથે શું સંબંધ છે
અજીત ડોભાલે સેના પર અગ્નિવીર સ્કીમ થોપી: રાહુલ ગાંધીએ કહ્યું કે સેનાના લોકો કહી રહ્યા છે કે અજીત ડોભાલે સેના પર અગ્નિવીર સ્કીમ થોપી છે. સમાજમાં ઘણી બેરોજગારી છે, અગ્નિવીર પછી સમાજમાં હિંસા વધશે. રાહુલ ગાંધીએ અજીત ડોભાલનું નામ લેતા શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે હોબાળો મચાવ્યો હતો અને કહ્યું કે તમે તેમનું નામ ન લઈ શકો. આના પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે તેઓનું નામ કેમ નથી લઈ શકતા. તેઓ ગૃહમાં નથી.
આ પણ વાંચો: Rahul Gandhi in Lok Sabha : રાહુલ ગાંધીએ કહ્યું- આજની રાજનીતિ જૂની પરંપરા ગુમાવી રહી છે
અગ્નિવીર આરએસએસનો વિચાર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને મોંઘવારી, બેરોજગારી, અગ્નિવીર યોજના, ગરીબી અને અદાણી જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને ભારત જોડો યાત્રા દરમિયાન સેનાના અધિકારીઓ અને પૂર્વ સૈનિકોએ કહ્યું હતું કે અગ્નિવીર યોજના સૈન્ય યોજના નથી. તે સેના પર લાદવામાં આવી છે.