ETV Bharat / bharat

ધામી સતત બીજી વાર ઉત્તરાખંડના સીએમ બન્યા, રાજ્યપાલે લેવડાવ્યા શપથ - 12th Chief Minister of Uttarakhand

પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં(Assembly Election 2022) બે તૃતિયાંશ બહુમતી મેળવીને સતત બીજી વખત સત્તા પર કબજો કર્યો છે. પુષ્કર સિંહ ધામીના ફરીથી સીએમ બનતા(Pushkar Singh Dhami becomes CM again) પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત શપથ ગ્રહણમાં (Pushkar Singh Dhami Oath Ceremony)ઘણા લોકો જોડાયા હતા.

ધામી સતત બીજી વાર ઉત્તરાખંડના સીએમ બન્યા, રાજ્યપાલે લેવરાવ્યા શપથ

author img

By

Published : Mar 23, 2022, 3:53 PM IST

દેહરાદૂનઃ પુષ્કર સિંહ ધામીએ આજે ​​ઉત્તરાખંડના 12માં મુખ્યપ્રધાન(12th Chief Minister of Uttarakhand) તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહે પુષ્કર સિંહ ધામીને હોદ્દા અને ગોપનિયતાના શપથ (Pushkar Singh Dhami Oath Ceremony)લેવડાવ્યા હતા. ઉત્તરાખંડમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે સતત બીજી વખત મુખ્યમંત્રીને તક આપવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ધામીને ફરીથી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બીજી તરફ પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બે તૃતીયાંશ બહુમતી મેળવીને સતત બીજી વખત સત્તા કબજે કરી છે. પરંતુ સીએમ ધામી પોતે ખાટીમા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા, તેમ છતાં ભાજપની ટોચની નેતાગીરીએ ધામી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમજ ધામીને છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે.

આ પણ વાંચો:Uttarakhand CM Oath : ઉત્તરાખંડના મુખ્યપ્રધાનની શપથવિધિમાં ગુજરાતના CM આપશે હાજરી

6 મહિનામાં વિધાનસભાના સભ્ય બનવું પડશે:પુષ્કર સિંહ ધામીના ફરીથી સીએમ બનવાને લઈને પાર્ટી કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત શપથ ગ્રહણના ઘણા લોકો સાક્ષી બન્યા હતા. કાર્યકરો ઢોલ વગાડી ઉજવણી કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બે તૃતીયાંશ બહુમતી મેળવીને સતત બીજી વખત સત્તા કબજે કરી છે. જે બાદ પાર્ટી હાઈકમાન્ડે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે, મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને આગામી 6 મહિનામાં વિધાનસભાના સભ્ય બનવું પડશે. કારણ કે ધામીને આ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

યુવા કાર્યકરો પર તેમની સારી પકડ : ધામી ભારતીય જનતા યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાજપના યુવા કાર્યકરો પર તેમની સારી પકડ હોવાનું માનવામાં આવે છે. તેમને ફરીથી મુખ્યપ્રધાન બનાવવા પાછળની ભાજપની એક વ્યૂહરચના યુવા મતદારોને રીઝવવાની પણ હોઈ શકે છે. આ રણનીતિ 2024ની લોકસભા ચૂંટણીમાં રંગ બતાવશે!

ખાટીમાથી બે વખત ધારાસભ્ય, ત્રીજી વખત હાર્યા: ધામી ઉધમ સિંહ નગર જિલ્લાની ખાતિમા વિધાનસભા બેઠક પરથી સતત બીજી વખત ધારાસભ્ય બન્યા હતા. પરંતુ આ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ધામીને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન ભગત સિંહ કોશ્યારીના નજીકના માનવામાં આવે છે. કોશ્યરી હવે સક્રિય રાજકારણમાં નથી અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. ધામીને પણ રાજનાથ સિંહના નજીકના માનવામાં આવે છે.

ધામીની રાજકીય સફર: પુષ્કર સિંહ ધામી 2012માં પહેલીવાર ખાતિમા સીટથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેમણે કોંગ્રેસના દેવેન્દ્ર ચંદને લગભગ 5 હજાર મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2017ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં, ધામીએ સતત બીજી વખત ખાતિમાથી જીત મેળવી હતી. આ વખતે તેમણે કોંગ્રેસના ભુવનચંદ્ર કાપરીને 3 હજારથી ઓછા મતોથી હરાવ્યા હતા. 2022ની ચૂંટણીમાં તેમને કોંગ્રેસના ભુવન કાપરીએ છ હજારથી વધુ મતોથી ધામીને હરાવ્યા હતા. ઉત્તરાખંડમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે, સતત બીજી વખત કોઈ પણ પક્ષ સરકાર બનાવશે.

આ પણ વાંચો: ઉતરાખંડ: BRO માના પાસ સુધી 30 ફૂટ ઉંચા બરફને દૂર કરવામાં વ્યસ્ત

આખરે મુખ્યપ્રધાન મળ્યા: ઉત્તરાખંડની પાંચમી વિધાનસભાને 11 દિવસની લાંબી રાહ બાદ આખરે મુખ્યપ્રધાન મળ્યા છે. સોમવારે બપોરે કેન્દ્રીય નિરીક્ષક રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખીએ ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાનના નામ પર ભાજપના પ્રદેશ કાર્યાલયમાં સાંસદો અને ધારાસભ્યો વચ્ચે ચર્ચા કરી. બેઠક બાદ સીએમના નામની જાહેરાત કરી છે.2022ની વિધાનસભા ચૂંટણી માટે ઉત્તરાખંડમાં 14 માર્ચે રાજ્યભરમાં મતદાન થયું હતું. 10 માર્ચે મતગણતરી બાદ ભાજપે 47 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. જ્યારે, કોંગ્રેસને 19 અને અપક્ષ અને બસપાને બે-બે બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.