ETV Bharat / bharat

Hariyana News: પંજાબ હરિયાણા હાઈકોર્ટે રેશલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર લગાવી રોક, આગામી સુનાવણી 28 ઓગસ્ટે થશે - રોહતાસ સિંહ

પંજાબ હરિયાણા હાઈકોર્ટે રેશલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર રોક લગાવી દીધી છે. આ ચૂંટણી આવતીકાલે 12 ઓગસ્ટે થવાની હતી. આ ચૂંટણી સંદર્ભે હરિયાણાના બે ગ્રૂપો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે 28 ઓગસ્ટે આ મામલે સુનાવણી થશે. વાંચો શું છે સમગ્ર વિવાદ

WFIની ચૂંટણી પર સ્ટે
WFIની ચૂંટણી પર સ્ટે
author img

By

Published : Aug 11, 2023, 9:15 PM IST

ચંદીગઢઃ પંજાબ હરિયાણા હાઈકોર્ટે રેશલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર રોક લગાવી દીધી છે. આ ચૂંટણી આવતીકાલે 12 ઓગસ્ટે થવાની હતી. આ ચૂંટણી સંદર્ભે હરિયાણાના બે ગ્રૂપો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે 28 ઓગસ્ટે આ મામલે સુનાવણી થશે.

હરિયાણા રેશલિંગ એસોસિએશન મુદ્દે વિવાદઃ હરિયાણા રેશલિંગ એસોસિએશનને રેશલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા મળી નથી પરંતુ સ્ટેટ ઓલ્મ્પિક એસોસિયેશન દ્વારા માન્યતા પ્રાપ્ત છે. જ્યારે હરિયાણા અમેચ્યોર રેશલિંગ એસોસિયેશન રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાથી માન્યતા પ્રાપ્ત છે પણ આ સંસ્થાને સ્ટેટ ઓલ્મ્પિક એસોસિયેશન તરફથી માન્યતા નથી.

મતદાનનો અધિકાર ન અપાયોઃ રેશલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી માટે હરિયાણા સ્ટેટ અમેચ્યોર રેસલિંગ એસોસિયેશનને મતદાનનો અધિકાર અપાયો છે, જ્યારે હરિણાણા ઓલ્મ્પિક એસોસિયેશન જેના અધ્યક્ષ કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ દિપેન્દ્ર હુડ્ડા છે. તેમની સંસ્થાને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો નથી. આ એસોસિયેશને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેથી હાઈકોર્ટે આવતીકાલે થનારી ચૂંટણી પર સ્ટે લગાવી દીધો છે.

જ્યારે હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર આવશે ત્યારે સમગ્ર મામલો સાફ થઈ જશે કારણ કે હરિયાણાના બે પ્રતિનિધિ ડબલ્યુએફઆઈમાં જાય છે. તેને સંદર્ભે બંને ગ્રૂપો આમને સામને આવી ગયા છે. રિટર્નિંગ ઓફિસર દ્વારા એક ગ્રૂપને માન્યતા અપાઈ હતી તેથી બીજા ગ્રૂપે ચેલેન્જ કરી છે... સત્યપાલ જૈન (એડિશનલ સોલિસીટર જનરલ ઓફ ઈન્ડિયા)

ત્રણ વાર થઈ ચર્ચાઃ આ મુદ્દે 3, 7 અને 8 ઓગસ્ટ એમ કુલ ત્રણવાર થઈ છે ચર્ચા. હાઈકોર્ટ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા ઈચ્છે છે. બંને પક્ષોની દલીલ સાંભળીને ચૂંટણી પર સ્ટે લાવવામાં આવ્યો છે. આ મુદ્દે આગામી સુનાવણી 28 ઓગસ્ટે થશે. ભારત સરકારને આ કેસમાં પાર્ટી બનાવવામાં આવી હતી તેથી સરકારના પ્રતિનિધિ કોર્ટમાં હાજર રહ્યા હતા.

કયા પદ પર છે ચૂંટણીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં અધ્યક્ષના 1 પદ, વરિષ્ઠ ઉપાધ્યક્ષના 1 પર, ઉપાધ્યક્ષના 4 પર, મહાસચિવના 1 પદ પર, કોષાધ્યક્ષના 1 પર, સંયુક્ત સચિવના 2 પદ પર અને કાર્યકારી સચિવના 5 પદ પર ચૂંટણી થવાની છે. સંયુક્ત સચિવ પદ માટેના ઉમેદવાર રોહતાસ સિંહ બ્રિજભૂષણ જૂથને છોડીને વિરોધી જૂથ સાથે જોડાઈ ગયા છે.

  1. Ahmedabad News : સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ગુજરાતના સિનિયર જર્નાલિસ્ટ તુષાર ત્રિવેદીની વરણી
  2. Wrestlers protests: દિલ્હી પોલીસ આજે બ્રીજભૂષણ શરણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરી શકે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.