- પંજાબના મુખ્યપ્રધાન ચન્ની સહિતના નેતાઓ દેહરાદૂન પહોંચ્યા
- સિદ્ધુ સહિતના નેતાઓ આજે કેદારનાથ દર્શન કરવા જશે
- પંજાબમાં હવે બધું સરળતાથી ચાલી રહ્યું છે : હરિશ રાવત
દેહરાદૂન : પંજાબના મુખ્યપ્રધાન (Punjab CM) ચરણજીત સિંહ ચન્ની (Charanjeet Singh Channi), પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિંધુ, પંજાબ પ્રભારી હરીશ ચૌધરી અને વિધાનસભા અધ્યક્ષ રાણા કે.પી. સિંહ દેહરાદૂન પહોંચ્યા છે. દેહરાદૂન પહોંચ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતને મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને સિદ્ધુ સહિત અન્ય નેતાઓ કેદારનાથ દર્શન માટે જશે અને ત્યાં તેઓ મંદિરમાં પૂજા કરશે.
ધર્મના માર્ગથી મોટો કર્તવ્યનો કોઈ રસ્તો નથી
આ તકે મીડિયા સાથે વાતચીત કરતા પંજાબ કોંગ્રેસના (Punjab Congress) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, ધર્મના માર્ગથી મોટો કર્તવ્યનો કોઈ રસ્તો નથી. ગરીબોને ભોજન કરાવવાથી, રડતા લોકોને હસાવવાથી મોટો કોઈ ધર્મ નથી. આ મહાદેવનો સંદેશ છે. તેથી જ હું આજે અહીં દેવભૂમિમાં બાબા કેદારના આશીર્વાદ લેવા આવ્યો છું. પંજાબના કલ્યાણમાં અમે અમારૂ કલ્યાણ જોઈએ છીએ, પંજાબ અને પંજાબીઓની જીત થાય તે માટે અમે કેદારનાથ જઈ રહ્યા છીએ.
પંજાબમાં હવે બધું બરાબર: રાવત
આ દરમિયાન, હરીશ રાવતે કહ્યું હતું કે, તમે જોયું જ્યારે મેં કહ્યું હતું કે પંજાબમાં હવે બધું બરાબર છે. બધું સરળતાથી ચાલી રહ્યું છે, અમે પડકારોને પાર કરી રહ્યા છીએ. તેમને વિશ્વાસ છે કે આ ચાલુ રહેશે અને હરીશ ચૌધરી એવી વ્યક્તિ છે જેની પાસેથી તમે શીખી શકો છો. આ અમને પંજાબમાં જીત તરફ લઈ જઈ રહ્યું છે. પંજાબમાં કોંગ્રેસ ચોક્કસપણે જીતનો ઝંડો લહેરાશે.
આ પણ વાંચો: