ETV Bharat / bharat

સંપત્તિનું નુકસાન ગૃહમાં બોલવાની સ્વતંત્રતા નહીંઃ Supreme Court

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેરળ રાજ્ય વિધાનસભામાં વર્ષ 2015માં કથિત બર્બરતા માટે પ્રમુખ ભાકપા (માર્ક્સવાદી) નેતાઓ સામે મામલાઓને પરત લેવા માટે કેરળ સરકારની (Kerala Government) અરજી ફગાવી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટના (Supreme Court) નિર્ણય સમયે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી છે. ઉચ્ચ કોર્ટે માન્યું કે, વિધાનસભામાં સંપત્તિના નુકસાનને ગૃહમાં બોલવાની સ્વતંત્રતા તરીકે ન કરી શકાય.

સંપત્તિનું નુકસાન ગૃહમાં બોલવાની સ્વતંત્રતા નહીંઃ Supreme Court
સંપત્તિનું નુકસાન ગૃહમાં બોલવાની સ્વતંત્રતા નહીંઃ Supreme Court
author img

By

Published : Jul 28, 2021, 1:10 PM IST

  • કેરણ વિધાનસભા (Kerala Assembly)માં વર્ષ 2015માં થયેલી કથિત બર્બરતાનો મામલો
  • પ્રમુખ ભાકપા નેતાઓ સામે મામલાને પરત લેવાની કેરળ સરકાર (Kerala Government)ની અરજી બુધવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફગાવી
  • જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ (Justice d. Y. Chandrachud) અને એમ. આર. શાહ (M. R. Shah)ની બેન્ચે હાઈકોર્ટના (High Court) નિર્ણયને સમજમાં રાખ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેરળ રાજ્ય વિધાનસભામાં વર્ષ 2015માં કથિત બર્બરતા માટે પ્રમુખ ભાકપા નેતાઓ સામે મામલાને પરત લેવાની અરજી બુધવારે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વર્ષ 2015ની કેરળ વિધાનસભા હંગામા મામલામાં આરોપી ભાકપાના 6 સભ્યો સામે ફોજદારી કેસ પરત ન લઈ શકાય. કેરળ રાજ્ય અને આરોપી દ્વારા દાખલ વિશેષ મંજૂરી અરજીઓને ફગાવતા જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ અને એમ. આર. શાહની બેન્ચે હાઈકોર્ટના નિર્ણય (જેમણે રાજ્ય દ્વારા CRPCની ધારા 321 અંતર્ગત ફરિયાદી દ્વારા દાખલ આવેદનને ફગાવવાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (Chief Judicial Magistrate)ના આદેશને મંજૂરી આપી દીધી હતી)ને સમજમાં રાખ્યો.

આ પણ વાંચોઃ સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું - એવી છબી ન બનાવો કે તમે હોસ્પિટલોને બચાવી રહ્યા છો

અરજી અનુચ્છેદ- 194ની ખોટી ધારણાના આધારે દાખલ કરવામાં આવી હતી

જસ્ટિસ ચંદ્રચુડે (Justice d. Y. Chandrachud) નિર્ણયના કેટલાક ભાગને વાંચતા કહ્યું હતું કે, વિશેષાધિકાર અને પ્રતિરક્ષા ફોજદારી કાયદાથી છૂટનો દાવો કરવાનો પ્રવેશદ્વાર નથી અને આ નાગરિકોની સાથે વિશ્વાસઘાત હશે. કહ્યું હતું કે, અરજી અનુચ્છેદ- 194 (Article 194)ની ખોટી ધારણાના આધારે દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Baba Ramdev એલોપથી અંગે આપેલા નિવેદનનો મૂળ રેકોર્ડ રજૂ કરે: SC

મામલાઓને પરત લેવાની મંજૂરી આપવી ખોટા કારણથી ન્યાયની સામાન્ય પ્રક્રિયામાં હસ્તક્ષેપ હશેઃ સુપ્રીમ કોર્ટ

બેન્ચે નિર્ણય સંભળાવતા સમયે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વિધાનસભામાં સંપત્તિના નુકસાનને ગૃહમાં બોલવાની સ્વતંત્રતાની બરાબરી ન કરી શકાય. આ પરિસ્થિતિઓમાં મામલાઓને પરત લેવાની મંજૂરી આપવી ખોટા કારણથી ન્યાયની સામાન્ય પ્રક્રિયામાં હસ્તક્ષેપ હશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું હતું કે, ગુનેગાર માટેનો કાયદાથી સભ્યોને બહાર કરવાના ઉદ્દેશ તેને કોઈ પણ બાધા વિના, ભય કે પક્ષપાતનું કાર્ય કરવામાં સક્ષમ બનાવે છે. ગૃહનો વિશેષાધિકાર, તે પ્રતિરક્ષા સ્થિતિનું પ્રતીક નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.