- ઉત્તરપ્રદેશમાં બ્લોક પ્રમુખની ચૂંટણી (Block Presidential Election) વચ્ચે થઈ હિંસક ઘટના
- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Congress general secretary Priyanka Gandhi Vadra)એ ભાજપને લીધી આડેહાથ
- હિંસાની ઘટનાએ રાજકીય ગલીઓમાં હલચલ મચાવી દીધી
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં બ્લોક પ્રમુખ ચૂંટણીની (Block Presidential Election) તૈયારી પૂરજોશમાં છે. ત્યારે નામાંકનની પ્રક્રિયાને લઈને સુરક્ષા વ્યવસ્થા (Security system)નું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ આ તમામ વચ્ચે અનેક જિલ્લામાં હિંસક તસવીર સામે આવી છે. જ્યારે આ દરમિયાન લખિમપૂર ખીરી (Lakhimpur Khiri)માં મહિલા સાથે થયેલી ગેરવર્તણૂક મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ પણ વાંચોઃ પ્રિયંકાના નિશાને મોદી સરકાર, કોરોનાથી મોતના આંકડા પર ઉઠાવ્યો સવાલ
રાહુલ ગાંધીએ પણ યોગી સરકાર પર પ્રહાર કર્યા
આ સાથે જ મહિલા સાથે થયેલી ગેરવર્તણૂક વ્યવહારના કારણે સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે. લખીમપૂર ખીરીમાં મહિલા સાથે થયેલી ગેરવર્તણૂકના કારણે પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તો રાહુલ ગાંધીએ પણ આ મામલે યોગી સરકાર પર કટાક્ષ કર્યો હતો.
આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીએ કોરોનાની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર 'હમ હોંગે કામયાબ' લખી ભાવુક પોસ્ટ મુકી
ભાજપના ધારાસભ્ય સામે અવાજ ઉઠાવનારી દુષ્કર્મ પીડિતાને મારવાનો પ્રયાસ કરાયોઃ પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress general secretary Priyanka Gandhi)એ ટ્વિટ કરતા લખ્યું હતું કે, કેટલાક વર્ષો પહેલા દુષ્કર્મ પીડિતાએ ભાજપના ધારાસભ્ય સામે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે તેને અને તેના પરિવારને મારવાનો પ્રયાસ કરાયો હતો. આજે એક મહિલાનું નામાંકન રોકવા માટે ભાજપે તમામ હદ વટાવી દીધી. સરકાર એ જ, વ્યવહાર પણ એ જ.