ETV Bharat / bharat

પ્રગતિ મેદાન ટનલનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું, લોકોને મળશે આ મોટો ફાયદો - નરેન્દ્ર મોદી ટનલ લોકાર્પણ

સુપ્રીમ કોર્ટ, પ્રગતિ મેદાન અને મથુરા રોડ પર ટ્રાફિક જામની (Traffic Jammed in Delhi Road) સમસ્યા હવે હલ થઈ જશે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન (the Pragati Maidan Integrated Transit Corridor) સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ અને તેને દેશ સાથે જોડતા પાંચ અંડરપાસનું લોકાર્પણ કર્યું છે.

પ્રગતિ મેદાન ટનલનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું,લોકોને મળશે આ મોટો ફાયદો

author img

By

Published : Jun 19, 2022, 6:26 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીના ​​પ્રગતિ મેદાન ટનલ પ્રોજેક્ટનું (the Pragati Maidan Integrated Transit Corridor) લોકાર્પણ કર્યું છે. જેનો સીધો લાભ દિલ્હીવાસીઓને થવાનો છે. આ ઉપરાંત આસપાસના રોડ (the main tunnel and five underpasses) પરનું ટ્રાફિક ભારણ પણ ટનલથી ઘટી જશે. સાથે સાથે દિલ્હીમાં ટ્રાફિકની (Traffic Jammed in Delhi Road) સમસ્યા ઘણા વિસ્તારમાં હળવી થઈ જશે. વડાપ્રધાન મોદીએ દિલ્હીની ટ્રાફિક સમસ્યા વિશે પણ જણાવ્યું હતું. સમગ્ર ટનલની સમીક્ષા કર્યા બાદ અને આખી ટનલમાં આંટો માર્યા બાદ તેમણે ભાષણ કર્યું હતું. જેમાં તેમણે દિલ્હીના લેન્ડમાર્ક (Delhi Pragati Maidan)સમાન પ્રગતિ મેદાનનો ઉલ્લેખ કરેલો છે.

પ્રગતિ મેદાન ટનલનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું,લોકોને મળશે આ મોટો ફાયદો
પ્રગતિ મેદાન ટનલનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું,લોકોને મળશે આ મોટો ફાયદો

આ પણ વાંચો: Unique Railway Stations : જાણો આ અતરંગી રેલવે સ્ટેશનો ક્યા આવેલા છે...

સુપ્રીમ કોર્ટથી નજીક: વડાપ્રધાન મોદીએ આ ટનલની ઉપયોગીતા વિશે વાત કરતા એ વાત પર ભાર મૂક્યો કે, આ ટનલ સુપ્રીમ કોર્ટ બિલ્ડીંગથી નજીક છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, "જ્યારે મારે આ વિસ્તારમાંથી પસાર થવું હોય છે, ત્યારે હું મારા એસપીજીને કહું છું કે મારો રૂટ સવારે 5 વાગ્યા પહેલા અથવા મોડી રાત્રે બનાવી દે. કારણ કે તે સમયે સામાન્ય લોકો રસ્તા પર હોતા નથી. અન્યથા લોકોને સામનો કરવો પડે છે. જ્યારે કાફલો દિલ્હીના આ વ્યસ્ત વિસ્તારમાંથી પસાર થાય છે અને સુરક્ષાના કારણોસર ટ્રાફિક અટકાવી દેવામાં આવે છે, એના કારણે લોકોને પરેશાની ઊભી થાય છે.

ટનલમાં આર્ટ ગેલેરી: મોદીએ ઉમેર્યું કે, ટનલમાં તૈયાર કરવામાં આવેલી આર્ટ ગેલેરી, દિવાલ પર બનેલા આર્ટ ખૂબ સુંદર છે. આ સાથે તેમણે એક એવી પણ સલાહ આપી કે, રવિવારના દિવસે ટનલમાં પરિવહન 4થી 6 વાગ્યા સુધી અટકાવીને સ્કૂલના બાળકો, વિદેશી મહેમાનો અને અન્ય લોકોની આવ જા માટે ટનલ ખોલવામાં આવે. તેઓ વૉક કરતા કરતા આ ગેલેરી જોવા ઈચ્છે તો સમગ્ર દેશનું દર્શન આ ચિત્રો પરથી કરી શકશે. ઘણું આ ચિત્રોમાંથી એમને શીખવા મળશે. ટનલની મુલાકાત લેતી વખતે વડાપ્રધાન મોદીએ રસ્તા પર પડેલા પ્લાસ્ટિકના ગ્લાસ અને બોટલ ઉપાડી કચરાપેટીમાં ફેંક્યા. આમ તેમણે ટનલમાં સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો છે.

આ પણ વાંચો: ઉડાન ભરતા જ પ્લેનમાં અચાનક લાગી આગ, આ રીતે કરાયું ઈમરજન્સી લેંડિંગ

પેટ્રોલ-ડીઝલની બચત: આ ટનલ ચાલુ થવાથી દર મહિને 55 લાખ લિટર પેટ્રોલની બચત થશે, આ પ્રકારના પ્રોજેક્ટથી દેશની સંપત્તિની સુરક્ષા થતી હોય તો આવા પ્રોજેક્ટની જેટલી પ્રશંસા થાય એટલી ઓછી છે. દિલ્હીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. જે રીતે આ ટનલ બનાવવામાં આવી છે. આનાથી પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી અને મધ્ય દિલ્હીથી મુસાફરી કરતા લોકોને મોટી રાહત થશે. તેનો સમય બચશે અને કહેવાય છે કે ‘ટાઈમ ઈઝ મની’. થોડા દિવસ પહેલા જ્યારે હું કાશી ગયો હતો ત્યારે રાત્રીના સમયે રેલવે સ્ટેશન પર ગયો હતો.

લોકો સાથે વાર્તાલાપ: કાશીના રેલવે સ્ટેશ પર જ્યારે લોકોને પૂછવામાં આવ્યું અને ટ્રેનની જાણકારી અંગે પૂછવામાં આવ્યું ત્યારે લોકોના જવાબ જાણીને હું ચોંકી ગયો. લોકોએ કહ્યું કે, કાશીથી જે વંદેભારત ટ્રેન રવાના થાય છે એની ખૂબ જ ડિમાન્ડ છે. લોકો એમાં યાત્રા કરવા માંગે છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું, લોકોને પૂછ્યું કે એ ટ્રેનની ટિકિટ મોંઘી છે. વધારે છે. એની સામે લોકોએ પોતાનું તર્ક રજૂ કર્યું હતું. મધ્યમવર્ગના અને નીચલા વર્ગના લોકો આ ટ્રેનમાં એટલામાં પ્રવાસ કરે કારણ કે, આ ટ્રેનમાં સામાન રાખવા માટેની સુવિધા વધારે હોય છે.

આ પણ વાંચો: 'અગ્નિપથ'માં બિહારને બાળવા પાછળ કોચિંગ સેન્ટરનો તો હાથ નથી ને? પોલીસે કહ્યું પૂર્વ આયોજિત કાવતરૂ

મોટી સુવિધા: આ ટ્રેનથી ઓછા સમયમાં લાંબું અંતર કાપીને ડ્યૂટી પર જઈ શકાય છે. લોકોના જે રીતે વિચાર બદલી રહ્યા છે એના પર ચર્ચા કરવાની જરૂર છે. ભારત સરકાર જે બદલી રહેલા ભારતની તસવીર રજૂ કરે છે એનું આ એક ઉદાહરણ છે. આ સાથે પણ વડાપ્રધાન મોદીએ દિલ્હીવાસીઓને મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આવનારા દિવસોમાં મેટ્રોનું નેટવર્ક મોટું થઈ રહ્યું છે. દિલ્હી-NCRના 400 કિમીના વિસ્તારમાં મેટ્રો ટ્રેન દોડી રહી છે. લોકો એમનો ઉપયોગ કેમ ન કરે? મેટ્રોમાં પ્રવાસ કરવાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.