નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૂચવવામાં આવેલા પગલાઓની પ્રગતિ અંગે મંત્રાલયો (PM Modi Sought Report Ministries) પાસેથી માહિતી માંગવામાં આવી છે. સૂત્રોએ સોમવારે આ અંગે માહિતી આપી હતી. આ પગલાંઓમાં JEM પોર્ટલનો ઉપયોગ કરવો, અધિકારીઓ સાથે 'ટિફિન' બેઠકો યોજવી અને કેન્દ્રની પહેલનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો કોણ છે અન્ના મણિ, જેમની યાદમાં ગૂગલે ખાસ બનાવ્યું ડૂડલ
PM મોદીએ મંત્રાલયો પાસે રિપોર્ટ માંગ્યો ગવર્નન્સને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે, વડાપ્રધાન મોદીએ ઘણી વખત તેમના પ્રધાનમંડળને સુનિશ્ચિત કરવા માટે સૂચન કર્યું છે કે તેમના મંત્રાલયો દ્વારા સરકારના ઈ પ્લેટફોર્મ JEM પોર્ટલ દ્વારા કોઈપણ ખરીદી કરવામાં આવે. તેમણે મંત્રાલયોને અધિકારીઓ સાથે નિયમિત બેઠક યોજવાનું પણ સૂચન કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મોદીએ સરકારના નિર્ણયોની માહિતી પ્રસારિત કરવા અને લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો છે.
આ પણ વાંચો જાણો મતદાર IDને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક