પ્રયાગરાજ : શુક્રવારની નમાજ બાદ પ્રયાગરાજમાં આવારા તત્વો દ્વારા ફરી એક વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ(Riots after Friday prayers in Prayagraj) કર્યો હતો. શિવકુટી સ્થિત પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગ પર કેટલાક તોફાની તત્વોએ ઈંડું મૂકી દિધું(egg found on shivling) હતું. જે એક ભક્તના નજરમાં આવતા તેને પૂજારીનું ધ્યાન દોર્યું હતું. મુકેલા ઇંડાને ત્યાથી ફેકાવી દેવામાં આવ્યું હતું. પૂજારીએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Violence in Gujarat: આણંદમાં ગઈકાલે રાત્રે હિંસા, બે સમુદાયો વચ્ચે અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત
સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી - પૂજારીએ જણાવ્યું કે, મંદિરની 6 ફૂટ ઊંચી દિવાલ પર ચઢીને મંદિરની અંદર સ્થાપિત શિવલિંગ પર કોઈએ ઈંડું મૂક્યું હતું. આ કૃત્યથી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને કોઈપણ ભોગે સફળ થવા દેવામાં આવશે નહીં. શિવકુટી સ્થિત કોટેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસે ચક્રો ગતિમાન કર્યા - ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પૂજારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે મંદિરમાં લગાવેલા CCTV ફૂટેજ ચેક કર્યા હતા. TVની સ્ક્રિન સારી ન હોવાના કારણે CCTVના ફુટેજ સારી રીતે જોઇ શકાયા નહોતા. નિષ્ણાતોની મદદથી પોલીસ શોધી કાઢશે કે CCTV માં રેકોર્ડિંગ થયું છે કે નહીં. પોલીસ મંદિરની આસપાસ લગાવેલા અન્ય CCTV ની મદદથી આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે પોલીસ એ પણ જાણવાની કોશિશ કરી રહી છે કે, શું આ માત્ર મજાક હતી કે પછી કોઈએ જાણીજોઈને વાતાવરણ બગાડવાના હેતુથી આ કૃત્ય કર્યું છે. હાલ મંદિરની બહાર સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - હાવડામાં 3 દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ રહેશે બંધ
શિવલિંગની સ્થાપના રામના હાથે કરાઇ હતી - કોટેશ્વર મહાદેવ મંદિર શિવકુટી વિસ્તારમાં ગંગા નદીના કિનારે સ્થાપિત છે. એવી માનયતા સેવાઇ રહી છે કે, ભગવાન શ્રી રામે પ્રયાગરાજમાં આ શિવલિંગની સ્થાપના કરી હતી. ભગવાન રામે બ્રહ્માહત્યથી મુક્તિ મેળવવા માટે આ શિવલિંગની સ્થાપના કરી હતી અને પૂજા અર્ચના પણ કરી હતી.