અમદાવાદ: પ્રવાસી ભારતીય દિવસ 2023ની (Pravasi bhartiy divas 2023) ઉજવણી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં સંમેલન યોજાશે. વર્ષ 2003થી દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં (Pravasi bhartiy divas 2023 history) આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે.
આ પણ વાંચો: ભોપાલ ખાતે અમૃતકાળ તરફની કુચ થીમ પર વિજ્ઞાનમેળો યોજાશે
ઇન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસનું સંમેલન: 09 જાન્યુઆરીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં આયોજિત પ્રવાસી ભારતીય દિવસના ભવ્ય સંમેલનમાં ભાગ લેશે. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ દિવસ મહાત્મા ગાંધીની યાદમાં પણ મનાવવામાં આવે છે.
કેમ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ?: વર્ષ 2003થી (Why is Traveler Indian Day celebrated?) દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે.આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે. આ દિવસે પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોના યોગદાનને બિરદાવવા માટે ખાસ આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન
પ્રવાસી ભારતીય દિવસ 2023 ની થીમ :દર વર્ષે આ દિવસની ઉજવણી માટે નવી થીમ (Pravasi bhartiy divas 2023 theme) પસંદ કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રવાસી ભારતીય દિવસ 2023 ની સત્તાવાર થીમ "ડાયાસ્પોરા: અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો" છે. આ વિષય દેશના વિકાસમાં ભારતીય ડાયસ્પોરાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાના ખાસ કારણો:
- વિદેશમાં વિશેષ સિદ્ધિઓ મેળવનાર ભારતીયોનું સન્માન.
- એક પ્લેટફોર્મ બનાવવું જેના દ્વારા વિદેશી ભારતીયો અને દેશવાસીઓ વચ્ચે નેટવર્ક બનાવી શકાય.
- દેશના યુવાનોને વિદેશમાં રહેતા ભારતીયો સાથે જોડી શકાય છે.
- પ્રવાસી ભારતીય દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણની તકો વધારવાનો છે.
- દેશવાસીઓ અને વિદેશી ભારતીયોને જોડીને ફાયદાકારક વ્યૂહરચના તૈયાર કરી શકાય છે.