ETV Bharat / bharat

ચૂંટણી પછીનાં અનુમાનો: પૂર્વમાં આધિપત્ય, દક્ષિણ નિર્ણાયક- ૨૦૨૧ની રાજ્ય ચૂંટણી દિલધડક રહેવાની છે તે નક્કી!

author img

By

Published : Apr 30, 2021, 6:28 PM IST

2021 વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન ગુરુવારે (29 એપ્રિલ) સાંજે પૂરું થઈ ગયું છે. ત્યારે ETV Bharat રજૂ કરે છે, પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીનાં ઍક્ઝિટ પૉલના પરિણામો

ચૂંટણી પછીનાં અનુમાનો: પૂર્વમાં આધિપત્ય, દક્ષિણ નિર્ણાયક- ૨૦૨૧ની રાજ્ય ચૂંટણી દિલધડક રહેવાની છે તે નક્કી!
ચૂંટણી પછીનાં અનુમાનો: પૂર્વમાં આધિપત્ય, દક્ષિણ નિર્ણાયક- ૨૦૨૧ની રાજ્ય ચૂંટણી દિલધડક રહેવાની છે તે નક્કી!
  • રવિવારે એટલે કે 2 મે ના રોજ તમામ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થશે
  • ચૂંટણી દરમિયાન કુલ 6 ઉમેદવારોના કોરોનાને કારણે મોત નિપજી ચૂક્યાં છે
  • વાંચો, શું કહે છે એક્ઝિટ પૉલ આ 5 રાજ્યોના ચૂંટણીના પરિણામ વિશે

ન્યૂઝ ડેસ્ક: આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં જ્યારે 2 મે ના રોજ EVMને સ્ટ્રૉંગ રૂમોમાંથી બહાર કાઢવામાં આવશે, ત્યારે અનેક ઉમેદવારોના ભાવિ સપાટી પર આવી જશે. કેટલાકને ખબર જ નહીં હોય કે તેમનું રાજકીય ભાવિ શું નીકળ્યું? કારણ કે, અલગ-અલગ રાજ્યોમાં ઓછામાં ઓછા 6 ઉમેદવારો કોરોના વાઇરસના ચેપના કારણે મૃત્યુ પામ્યા છે. કેટલાક માટે આ નજીકથી છટકી જવા સમાન હશે, કેટલાક માટે આ પરાજય હશે અને કેટલાક માટે આ પસંદગીની મહોર હશે.

ભારતના એક પણ રાજ્યની વિધાનસભા ચૂંટણીએ એટલું ધ્યાન નહીં ખેંચ્યું હોય જેટલું પશ્ચિમ બંગાળ અને તેની ૨૯૪ બેઠકોએ ખેંચ્યું છે. ચૂંટણી પંચ જેણે આઠ તબક્કામાં ફેલાયેલી ચૂંટણી યોજવાનું નક્કી કર્યું. અહીં શાસક મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કૉંગ્રેસ પાસેથી સત્તા પ્રાપ્ત કરવા માટે ભગવી ટુકડી અને ડાબેરી મોરચા-કૉંગ્રેસે રચેલી યુતિ, જેણે નવા ભાગીદાર ઑલ ઇન્ડિયા સેક્યુલર ફ્રન્ટ (એઆઈએસએફ), જેની સ્થાપના પીરઝાદા અબ્બાસ સિદ્દીકીએ કરી છે, તેની સાથે ગઠબંધન કર્યું હતું, તેમની વચ્ચે સ્પર્ધા હતી. આ રીતે રાજ્યએ અનોખી ચૂંટણી ઋતુ નિહાળી. ૨૯૨ બેઠકોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી કારણકે બે બેઠકમાં ઉમેદવારો કૉવિડ ચેપના કારણે મૃત્યુ પામ્યા હતા.

ખાસ કરીને વિનાશક વાવાઝોડું અમ્ફાનના કારણે થયેલા વિનાશ પછી રાજ્યના દક્ષિણ ભાગોમાં સગાવાદ અને પક્ષપાતના વધતા જતા આક્ષેપોનો સામનો કરતા અને ૧૦ વર્ષનો શાસન વિરોધી જુવાળની સામે લડતાં, મમતા બેનર્જી તમામ હથિયારો સાથે ચૂંટણીના મેદાનમાં ઉર્યાં હતાં અને તેમના નવા વિપક્ષ ભાજપને ભારે ઉત્તેજક નંદીગ્રામ બેઠક પરથી પડકાર્યો હતો. તેમણે દક્ષિણ કોલકાતાની પોતાની ભવાનીપુરા બેઠક છોડી દીધી હતી. આ બેઠક નેતાજી સુભાષચંદ્ર બોઝ, સત્યજીત રે અને શ્યામાપ્રસાદ મુખર્જી જેવા મહાનુભાવોનું ઘર એક સમયે હતું. તેમાં તૃણમૂલ કૉંગ્રેસના તેમના વિશ્વાસુ પીઢ ધારાસભ્ય શોવનદેબ ચટ્ટોપાધ્યાયને ઉતાર્યા હતા.

ડાબેરી મોરચા અને કૉંગ્રેસના ધોવાણ પછી ભાજપ આ રાજ્યમાં મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. તેણે આ પૂર્વીય રાજ્યને અંકે કરવા માટે સઘળી તાકાત અને પ્રયાસ લગાડી દીધા હતા. આ રાજ્ય તેના ખિસ્સામાં ક્યારેય નહોતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, દરેકે તરફેણમાં સંખ્યા લાવવા માટે આકરી મહેનત કરી.

બંગાળની આ ચૂંટણી ધ્રૂવીકરણ અને ક્ષેત્રીય જાતિ બળોની આડમાં પણ લડાઈ. મતુઆ સમુદાયની લાગણીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ આપતા, વડા પ્રધાન મોદી ચૂંટણીની વચ્ચે પડોશી બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન આ દેશમાં આવેલા આ સમુદાયના પવિત્ર સ્થાનની મુલાકાતે ગયા. અમિત શાહ ઉત્તર બંગાળમાં વારંવાર રાજબંશીઓ પાસે ગયા. આ સમુદાયની ૩૫ જેટલી બેઠકો પર નોંધપાત્ર પકડ છે. ભાજપ કોઈ કસર છોડવા માગતો નહોતો.

બંગાળે અગાઉ ક્યારેય નહીં જોયેલી ચૂંટણી પ્રચારની ઢબ જોઈ- તે ગેસ્ટ્રોનૉમિકલ પ્રકારની હતી. શાહથી માંડીને નડ્ડા અને રાજ્યના પક્ષના અધ્યક્ષ અને સ્પષ્ટ વક્તા દિલીપ ઘોષ સુધી દરેક જણે ચૂંટણી પ્રચાર વચ્ચે કેટલાક વંચિત શુભેચ્છકોના ઘરે ભોજનનો સ્વાદ માણ્યો. ચૂંટણી પ્રચારની ગતિવિધિનું સ્તર કવું હતું, હરીફો એકબીજા સામે ઝેર ઓકતા હતા. આ ઉપરાંત તે સંગીતમય પણ હતું કેમ કે પક્ષોએ મતદારોને આકર્ષવાના તેમના પ્રયાસરૂપે પેરોડી અને સફળ ગીતોની રમૂજી આવૃત્તિ પણ બનાવી હતી.

મમતા બેનર્જી જાણતાં હતાં કે આ કઠિન સમય છે. ભાજપને ખબર છે કે મમતાના કરિશ્માને ઝાંખો પાડી શકે તેવો તેની પાસે મુખ્ય પ્રધાનના ઉમેદવાર તરીકે દર્શાવવા માટે કોઈ ચહેરો નથી. ડાબેરી મોરચા, કૉંગ્રેસ અને તેના સાથીઓ જાણતા હતા કે તેમની પાસે બહુ પાતળી તક છે. જોકે તેમણે તેમના જૂના જોગીઓને છોડી દીધા અને યુવાન, પ્રતિભાવાન ઉમેદવારોને તક આપી જેથી નવું મોજું સર્જી શકાય. પરંતુ ઇટીવી ભારતનું ચૂંટણી અનુમાન બતાવે છે કે એક પણ પક્ષ ૧૪૮ બેઠકના જાદુઈ આંકડા નજીક નહીં આવે. આ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો જીતવી આવશ્યક છે.

અનુમાન દર્શાવે છે કે તૃણમૂલ કૉંગ્રેસ વધુમાં વધુ ૧૩૧ બેઠકો પર જીતશે જ્યારે ભાજપ ૧૨૬ બેઠકો પર વિજય મેળવશે જ્યારે ડાબેરી મોરચા અને તેના સાથીઓને ૩૨ બેઠકો મળશે જ્યારે ત્રણ બેઠકો અન્યોને મળશે.

બંગાળમાં ભાંગેલો આદેશ શું હૉર્સ ટ્રેડિંગનો વિકલ્પ ખોલશે? શું સર્વેક્ષણ ખોટું પડશે અને કોઈ એક પક્ષને સરકાર રચવા આવશ્યક સંખ્યા મળી જશે? ઇવીએમ અત્યારે તો બંધ છે અને સીલ કરાયેલેાં છે. તેનો જવાબ બે મે પાસે છે.

લહેરાતા લીલાં ખેતરો અને નાના પહાડવાળું આસામ ત્રણ તબક્કામાં ચૂંટણીમાં હતું અને તેણે મુખ્યત્વે ભાજપ અને કૉંગ્રેસ-ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ) વચ્ચે સીધી લડાઈ જોઈ. તેમાં બીજા સાત પક્ષો પણ છે. ઈશાન ભારતના પ્રવેશ દ્વાર સમા આ રાજ્યમાં ઇટીવી ભારતનું અનુમાન કેટલાક રસપ્રદ આંકડા દર્શાવે છે.

અનુમાન એ છે કે ભાજપના નેતૃત્વમાં મોરચાને કુલ ૧૨૬ બેઠકો પૈકી ૬૪ જેટલી બેઠકો મળી જશે, જ્યારે કૉંગ્રેસના નેતૃત્વવાળા મહા ગઠબંધનને ૫૫ જેટલી બેઠકો મળશે. નવા રચાયેલા પક્ષ આસામ જતિય પરિષદ (એજેપી), રાયજર દલ, જે જેલમાં કેદ ખેડૂતોના અધિકારોના કાર્યકર અખિલ ગોગોઈએ રચેલી છે તે અને અપક્ષો બાકીની સાત બેઠકો મેળવી શકે છે.

આસામમાં મતદારોનો મિજાજ છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપના વિકાસની કાર્યસૂચિ, જેના આધારે તેણે બીજી મુદ્દત માટે શાસન માગ્યું તે અને કૉંગ્રેસ દ્વારા ઉઠાવાયેલા નાગરિકત્વ (સુધારા) અધિનિયમ (સી.એ.એ.) સામે લોકપ્રિય સામૂહિક લાગણી વચ્ચે ઝૂલતો રહ્યો. સદીઓ જૂના પક્ષને આશા છે કે તે બદરુદ્દીન અજમલના એઆઈયુડીએફ સાથે મોરચો રચીને લઘુમતીનો કેટલોક મત હિસ્સો પણ મેળવી શકશે. આ સિવાય, કૉંગ્રેસ માટે યુક્તિપૂર્વકનો ફાયદો એ હોઈ શકતો હતો કે તે બૉડોલેન્ડ પીપપ્લસ ફ્રન્ટ (બીપીએફ) સાથે ગઠબંધન કરે. આ બીપીએફ ઓછામાં ઓછી ૧૨ બેઠકોનાં પરિણામને પ્રભાવિત કરી શકે તેમ હતો. આસામમાં ભાજપનું શાસન ફરી આવી શકે તેમ છે, પરંતુ આ અવરોધો વગરનો ભવ્ય વિજય નહીં હોય. મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલ પર ધીમે-ધીમે તેમના ઉપ હેમંત વિશ્વ શર્મા છવાઈ ગયા. કોઈ પણ નજીકનો વિજય પરિણામો બદલી શકે છે.

પૂર્વથી દક્ષિણ તરફ જઈએ.

તમિલનાડુ માટે, એવું લાગે છે કે ઇ.પી.એસ. માટે રસ્તો અટકી જાય છે અને રાજ્યમાં ડીએમકે નવી સરકાર બનાવવા જઈ રહ્યો છે. ઇટીવી ભારતનું અનુમાન દર્શાવે છે કે ડીએમકે મોરચો મહત્તમ ૧૩૩ બેઠકો મેળવી શકશે જ્યારે એઆઈએડીએમકે મોરચાના ખાામાં માત્ર ૮૯ બેઠકો જ આવશે અને ૧૨ બેઠકો અન્યોને મળશે. રાજ્યમાં તેની ૨૩૪ વિધાનસભા બેઠકો માટે છ એપ્રિલે મતદાન થયું હતું.

દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) જે વર્ષ ૨૦૧૬માં સાંકડી રીતે ચૂંટણી હારી ગયો હતો, તે મુખ્ય પ્રધાનના પદ માટે અગ્રણી દોડનાર પક્ષ પ્રમુખ એમ. કે. સ્ટાલીન સાથે નવી સરકાર રચવા જશે તેમ જણાય છે.

વર્તમાન મુખ્ય પ્રધાન એડપ્પડી કે. પલનીસ્વામી (ઇપીએસ) કેન્દ્રમાં ભાજપના સમર્થન સાથે એઆઈએડીએમકે પક્ષને એક રાખી શકવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં એવું જણાય છે કે તેઓ ૧૦ વર્ષ પછી બસ ચૂકી ગયા છે. શાસક પક્ષ ૯૦ બેઠકો પર જીત મેળવતો જણાય છે અને પશ્ચિમ તમિલનાડુ હજુ પણ તેનો મજબૂત કિલ્લો છે, પરંતુ દ્રવિડવાદી આ પક્ષનું ભવિષ્ય અદ્ધરતાલ છે. અનુમાન મુજબ, ડીએમકે અડધા ઉપરાંતની બેઠકો જીતે તેવી સંભાવના છે.

અનુમાન દર્શાવે છે કે કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, વિદુથલાઈ ચિરુથૈગલ કટ્ચી, મુસ્લિમ પક્ષો અને અન્ય કેટલાક પક્ષોના બનેલા ડીએમકે મોરચાનો ભવ્ય વિજય હશે. મોરચાનું અંકગણિત જોતાં, તે એઆઈએડીએમકે કરતાં વધુ સારી સ્થિતિમાં હશે. એઆઈએડીએમકેએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું જે બોજા તરીકે ગણાતું હતું. તમિલનાડુમાં ચૂંટણી દિગ્ગજ મહાનુભાવો એમ. કરુણાનિધિ અને તેમના કટ્ટર હરીફ જયલલિતાની ગેરહાજરીમાં ઘણા લાંબા સમય પછી યોજાઈ હતી. આ ચૂંટણી કદાચ સાબિતી આપશે કે એમ. કે. સ્ટાલિન પોતાના બળે નેતા તરીકે ઉભરી રહ્યા છે.

અન્ય અગ્રણી સંભવિત વિજેતાઓમાં ડીએમકેના નવી પેઢીના નેતા ઉધયનિધિ સ્ટાલિન કે જેઓ ચેપક-ટ્રિપલિકેન મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તે, કટપડીમાંથી પક્ષના પીઢ દુરાઈમુરુગન અને તિરુચિરાપલ્લીમાંથી મજબૂત નેતા કે. એન. નહેરુનો સમાવેશ થાય છે.

મુખ્ય પ્રધાન ઇ. પી. એસ. તેમના વતન એડપ્પડીમાંથી સરળતાથી જીત મેળવશે, તેમના મંત્રીમંડળના મોટા ભાગના સાથીઓ કદાચ સામા પ્રવાહે ન પણ તરી શકે. શશિકલાના ભત્રીજા ટી.ટી.વી. દિનાકરન, જે એક વાર એઆઈએડીએમકે માટે સજારૂપ સાબિત થયા છે, તેઓ કોવિલપટ્ટીમાંથી વિજયી બનીને ઉભરી શકે છે.

કૉંગ્રેસ કન્યાકુમારી લોકસભાની બેઠક જાળવી રાખે તેવી સંભાવના છે. આ બેઠક માટે પેટા ચૂંટણી વિધાનસભા ચૂંટણી સાથે જ થઈ હતી. અનુમાન મુજબ, પક્ષ શિવગંગા જિલ્લામાં સારી સ્થિતિમાં છે. આ જિલ્લો પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્નો ગઠ છે. ડાબેરી પક્ષો અને થોલ થિરુમાવલવનના વીસીકે જે ડીએમકે મોરચાનો ભાગ છે, તે પણ નવી વિધાનસભામાં પ્રતિનિધિત્વ મેળવે તેવી અપેક્ષા છે.

જો સ્ટાલિન બહુમતી જેટલી સંખ્યા મેળવી લેશે તો ડીએમકેનાં ચૂંટણી વચનોનો અમલ કરવાનો મોટો પડકાર હશે. તેણે શિક્ષણ ફી માફ કરવાનું અને એકલ મહિલા સહિતની મહિલાઓને દર મહિને રૂ. ૧,૫૦૦ ચૂકવવાનું વચન આપ્યું છે. આ વચનોનો અમલ તેમની પ્રતીક્ષામાં હશે.

પડોશી કેરળમાં, ૧૪૦ બેઠકો સાથે, ઇટીવી ભારતનું અનુમાન દર્શાવે છે કે સીપીઆઈ (એમ)ના નેતૃત્વવાળો ડાબેરી લોકશાહી મોરચો (એલડીએફ) ઐતિહાસિક રીતે સતત બીજી અવધિ મેળવી રહ્યો છે, જે દર્શાવે છે કે ભગવાનના પોતાના દેશ તરીકે ઓળખાતા કેરળમાં શાસન વિરોધી કોઈ જુવાળ નથી.

એલડીએફ ૨૦૧૬ની ચૂંટણીમાં જીતેલી ૧૧ બેઠકો કદાચ હારી શકે તેમ છે. તેના લીધે તેની કુલ સંખ્યા ૯૩થી ઘટીને ૮૨ થઈ શકે છે, પરંતુ એવું અનુમાન છે કે લાલ ઝંડો આરામદાયક બહુમતી સાથે સત્તામાં પાછો ફરશે.

સામાજિક કલ્યાણનાં પગલાં, વિકાસનાં કામો અને નિપા વાઇરસના રોગચાળા, ઉપરાઉપરી પૂર અથવા કૉવિડ રોગચાળા જેવી કટોકટીના સમયે મજબૂત નેતૃત્વ- એવાં કારણો હતાં કે લોકોએ પિનરાયી વિજયનને મત આપવાનું પસંદ કર્યું, તેમ અનુમાનો દર્શાવે છે.

વિપક્ષ કૉંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદ અથવા પીએસસી રેન્ક હૉલ્ડરો દ્વારા રિલે સ્ટ્રાઇકના લીધે ચૂંટણી પ્રચારના પ્રારંભે જે ફાયદો એલડીએફને હતો તે તેને ગુમાવવો પડી શકે તેમ છે, તેમ છતાં વધુ સારું શાસન વિજયન અને તેમના કૉમરેડની તરફેણમાં અંતે તો કામ કરી ગયું છે.

યુડીએફને આ વખતે ૫૬ બેઠકોથી સંતોષ માનવો પડશે. જોકે વર્ષ ૨૦૧૬માં તેની કુલ સંખ્યા ૪૫ હતી, તેના કરતાં તો આ વખતે ૧૧ બેઠકો વધશે જ. મધ્ય કેરળ અને આઈયુએમએલની મજબૂત પકડના લીધે યુડીએફના મતોની રક્ષા થશે, પરંતુ કેરળ કૉંગ્રેસ (એમ)ની યુડીએફમાંથી વિદાય તેના પર ખરાબ રીતે અસર કરી રહી છે. કેરળ કૉંગ્રેસ (એમ) હવે એલડીએફની સાથી છે. આઈયુએમએલની મજબૂત મત બૅન્ક કૉંગ્રેસના સાવ સફાયાથી બચાવશે પરંતુ પરંપરાગત કૉંગ્રેસ મત વિસ્તારો ડાબેરીઓના ખિસ્સામાં જતા જણાય છે.

અરે! રાહુલ ગાંધી પરિબળ પણ એલડીએફના કિલ્લામાં ગાબડાં પાડવામાં નિષ્ફળ જણાય છે. રાહુલના વાયનાડ લોકસભા બેઠકમાં આવતા મતવિસ્તારમાં ડાબેરીઓને ફાયદો છે.

અનુમાનો દર્શાવે છે કે આ મતવિસ્તારમાં આવતી સાત પૈકી ચાર વિધાનસભા બેઠકોએ વર્ષ ૨૦૧૯માં કૉંગ્રેસ માટે મત આપ્યા હતા, પરંતુ આ વખતે તેણે એલડીએફને મત આપ્યા છે.

ત્રિવેન્દ્રમમાં સ્થિતિનું પુનરાવર્તન છે જ્યાં કૉંગ્રેસના શશી થરૂર વર્ષ ૨૦૧૯માં આરામથી જીત્યા હતા. અહીં એલડીએફનો હાથ ઉપર છે અને તે ત્રિવેન્દ્રમ લોકસભા મતવિસ્તારની મર્યાદામાં આવતી સાત વિધાનસભા બેઠક પૈકી ચારમાં જીતી શકે છે.

ભાજપના નેતૃત્વમાં એન. ડી.એ.ને માત્ર એક બેઠક જે વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં તે જીત્યા હતા તેનાથી સંતોષ માનવો પડે તેમ છે. નેમોમ જ્યાં ભાજપના પ્રથમ ધારાસભ્ય ઓ. રાજગોપાલ ગત ચૂંટણી જીત્યા હતા, ત્યાં એલ.ડી.એફ. અને યુ.ડી.એફ.એ આકરી લડત આપી છે. મેટ્રોમેન ઇ. શ્રીધરનની પલક્કડ બેઠક પરથી જીતની તકો ધૂંધળી છે. અંતિમ સંખ્યાઓ માટે બધાની નજરો ચોક્કસ રીતે 2 મે ના દિવસ પર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.