નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા આજે રવિવારે શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત, પાર્ટીના ચૂંટણી વિભાગના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, તે 20 સપ્ટેમ્બર સુધી નવા વડાની પસંદગીના સમયને વળગી રહેશે. કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી માટે છેલ્લી તારીખને મંજૂરી આપવાનું કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) પર નિર્ભર છે, જે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે કોઈપણ દિવસ હોઈ શકે છે.
અનેક મોર્ચે ચૂંટણી પ્રક્રિયા શરૂ : CWCએ નિર્ણય લીધો હતો કે, 16 એપ્રિલથી 31 મે, 2022 સુધી બ્લોક સમિતિઓ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના એક-એક સભ્ય માટે ચૂંટણી (Congress President Election) યોજાશે. 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જિલ્લા સમિતિના પ્રમુખ અને કારોબારીની ચૂંટણી 21 જુલાઈથી 20 ઓગસ્ટ 2022 દરમિયાન PCCના (Pradesh Congress Committee ) વડાઓ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સભ્યોની ચૂંટણી અને AICCના પ્રમુખની ચૂંટણી 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધીમાં થશે.
આ પણ વાંચો : આ વખતે ચૂંટણી જીતવામાં અમે કોઈ કસર નહીં છોડીએ કોંગી નેતાનો દાવો
પાર્ટી નેતૃત્વને ચૂંટણી શિડ્યુલ મોકલાયું : કોંગ્રેસ ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, અમે કાર્યક્રમને વળગી રહીશું. અમે પાર્ટી નેતૃત્વને ચૂંટણી શિડ્યુલ પહેલેથી જ મોકલી દીધું છે અને CWCની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ, જે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની છેલ્લી તારીખ નક્કી કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું બ્લોક, જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના સ્તરે સંગઠનાત્મક (State Congress Committee Organization ) ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, તો તેમણે કહ્યું કે, પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
20 સપ્ટેમ્બર સુધીમાં મળશે નવા અધ્યક્ષ : જો કે, મિસ્ત્રીએ કહ્યું કે, ચૂંટણી સત્તા AICC પ્રતિનિધિઓની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. આ પ્રતિનિધિઓ પક્ષના ટોચના પદ માટે નિર્ણાયક ચૂંટણીમાં મતદાન કરશે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ચૂંટણીની છેલ્લી તારીખને મંજૂરી આપશે, તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી અને પાર્ટીનું કહેવું છે કે, 20 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી જશે.
આ પણ વાંચો : 22 વર્ષથી ગુજરાતમાં કુશાસન, સરકારની કાયદો અને વ્યવસ્થા એળેે ગઈ: ગેહલોત
પારદર્શિતા પર નજર : દરમિયાન, જી-23 જૂથના નેતાઓ ચૂંટણી પ્રક્રિયા અને તેની પારદર્શિતા પર નજર રાખી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને મનીષ તિવારી સહિત G-23 ના નેતાઓ CWC થી બ્લોક સ્તર સુધી ચૂંટણીના યોગ્ય સંચાલન માટે આગ્રહ કરી રહ્યા છે. Congress Party Election 2022, President Election Of Congress, Congress President Sonia Gandhi