નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ શનિવારે તેમનું સત્તાવાર 12, તુગલક લેન નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. જ્યાં તેઓ વર્ષ 2004 થી લોકસભામાંથી અયોગ્ય ઠર્યા બાદ અહીંયા રહેતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ તેમની માતા સોનિયા ગાંધીના 10, જનપથ ખાતેના સત્તાવાર નિવાસ સ્થાને શિફ્ટ થઈ ગયા છે. જ્યાં તેમણે છેલ્લા એક સપ્તાહમાં પોતાનો મોટાભાગનો સામાન શિફ્ટ કરી દીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, જેમને મોદી અટક અંગે માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ પછી સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. તેમણે શુક્રવારે તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું છે.
આ પણ વાંચોઃ Caste Census in Bihar: બિહારમાં જાતિ ગણતરી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, 28 એપ્રિલે સુનાવણી થશે
સામાન શિફ્ટ કર્યોઃ રાહુલ ગાંધીએ તમામ સામાન પોતાની સાથે લઈ લીધો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તેઓ 22 એપ્રિલે 12, તુઘલક લેન બંગલો લોકસભા સચિવાલયને સોંપશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી અટક સંબંધિત કેસમાં તેમની ટિપ્પણી બદલ ગુજરાતની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા બાદ તેમને તારીખ 22 એપ્રિલ સુધીમાં જગ્યા ખાલી કરવા કહેવામાં આવ્યું હતું. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તારીખ 14 એપ્રિલે તેમની ઓફિસ અને કેટલીક અંગત વસ્તુઓ બંગલામાંથી શિફ્ટ કરી હતી. રાહુલ ગાંધીજીએ શુક્રવારે સાંજે તે બંગલામાંથી તેમનો બાકીનો સામાન હટાવી લીધો હતો.
સાંસદ તરીકેનો બંગલોઃ આ બંગલો તેમને સાંસદ તરીકે ફાળવવામાં આવ્યો હતો. એક ટ્રક પણ તેના સામાન સાથે બિલ્ડિંગની બહાર જતો જોવા મળ્યો હતો. લગભગ બે દાયકાથી આ બંગલામાં રહે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઓફિસ બદલ્યા બાદ તેઓ પોતાની માતા અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના 10, જનપથ સ્થિત નિવાસસ્થાને રહેવા લાગ્યા છે. તારીખ 23 માર્ચે સુરતની કોર્ટે ગાંધીને દોષિત ઠેરવ્યા હતા. તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમણે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જેણે સજાને અલગ રાખવાની તેની અપીલ ફગાવી દીધી હતી.
આ પણ વાંચોઃ Rajasthan News: વિક્રમ લાદેનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું
હાઈકોર્ટમાં કેસ જશેઃ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, સેશન્સ કોર્ટના આદેશને આવતા અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યાના બીજા દિવસે નોટિસ મોકલીને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવા કહ્યું હતું. રાહુલ ગાંધી પોતાનું સ્વતંત્ર કાર્યાલય સ્થાપવા માટે જગ્યા શોધી રહ્યા છે. થોડા વર્ષો પહેલા, પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ SPG સુરક્ષા કવચ હટાવ્યા પછી લોધી એસ્ટેટમાં તેમનો બંગલો ખાલી કરવા કહેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી પહેલીવાર 2004માં ઉત્તર પ્રદેશના અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2019માં તેઓ વાયનાડથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.