- જમ્મુ -કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો
- હુમલામાં 1 પોલીસકર્મી શહીદ
- સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર: જમ્મુ -કાશ્મીરના કુલગામ જિલ્લામાં પોલીસ દળને નિશાન બનાવી આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી શહીદ થયો અને અન્ય બે જવાન ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપવામાં આવી હતી.
દમહાલ-હાંજીપોરામાં પોમ્બઈ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ દળ પર ફાયરિંગ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ આદિજાન ક્રોસિંગ પર ટ્રાફિકનું સંચાલન કરવામાં વ્યસ્ત હતા જ્યારે તેઓ પૂર્વ પ્રધાન અબ્દુલ માજીદ પાદરને તેમના ઘરે મુકીને પરત ફરી રહ્યા હતા.એક અધિકારીએ જણાવ્યું હતું કે, કુલગામ જિલ્લાના દમહાલ-હાંજીપોરામાં પોમ્બઈ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ દળ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં 3 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો : ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ, નિરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મારી બાજી
સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
એક પોલીસકર્મી, જે ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેણે હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. પોલીસકર્મીની ઓળખ નિસાર અહેમદ વાગે તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ થવાના કોંગ્રેસના દાવાને ટ્વિટરે નકારી કાઢ્યો
ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોલીસકર્મીનું મોત
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓના જૂથે સ્થાનિક સ્ટેશન ઇન્ચાર્જ (SHO) ની આગેવાનીમાં પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. આ આતંકવાદી ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓને ગોળી વાગી હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આમાંથી ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલ નિસાર અહમદ વાગે (Constable Nissar Ahmad)નું મોત થયું છે.