- વડાપ્રધાન મોદી 40થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક કરશે
- જે જિલ્લામાં રસીકરણનો પ્રથમ ડોઝ 50 ટકાથી ઓછો છે તે જિલ્લાઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા કરશે
- દેશના 13 રાજ્યોમાં 48 જિલ્લામાં રસીકરણનો પ્રથમ ડોઝ 50 ટકા સુધી પહોંચ્યો નથી
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) આજે વિવિધ રાજ્યોના 40થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ(District Magistrate) સાથે બેઠક કરશે. આ બેઠકમાં ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય અને અન્ય રાજ્યોના જિલ્લાધિકારીઓ ભાગ લેશે. આ દરમિયાન પીએમ મોદી આ જિલ્લાઓમાં વિકાસની રણનીતિ પર ચર્ચા કરશે. વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બપોરે 12 વાગ્યે ઓછા કોવિડ રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે સમીક્ષા બેઠક કરશે.
-
Prime Minister Narendra Modi will virtually hold a review meeting with districts having low COVID-19 vaccination coverage on Wednesday at 12 noon. pic.twitter.com/BApsXG2UUF
— ANI (@ANI) November 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Prime Minister Narendra Modi will virtually hold a review meeting with districts having low COVID-19 vaccination coverage on Wednesday at 12 noon. pic.twitter.com/BApsXG2UUF
— ANI (@ANI) November 2, 2021Prime Minister Narendra Modi will virtually hold a review meeting with districts having low COVID-19 vaccination coverage on Wednesday at 12 noon. pic.twitter.com/BApsXG2UUF
— ANI (@ANI) November 2, 2021
PM મોદી ભારત પરત ફર્યા બાદ વિવિધ જિલ્લામાં વીડિયો કોન્ફરન્સ બેઠક કરશે
PMOએ જણાવ્યું કે, 'G-20 અને COP-26 સમિટમાં ભાગ લીધા બાદ ભારત પરત ફરતાની સાથે જ વડાપ્રધાન 3 નવેમ્બરે ઓછા રસીકરણ(Vaccination) દર ધરાવતા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં એવા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં રસીનો પ્રથમ ડોઝ આપવાનો દર 50 ટકાથી ઓછો છે અને બીજો ડોઝ આપવાનો દર ઘણો ઓછો છે.
સૌથી ઓછું રસીકરણ હરિયાણાના નુહમાં 23.5 ટકા
દેશના 13 રાજ્યોમાં 48 જિલ્લા એવા છે કે જ્યાં કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ 50 ટકા સુધી પહોંચ્યો નથી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે જિલ્લાઓ કોરોના રસીકરણમાં પાછળ રહી ગયા છે તેમાં દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લામાં 48.2 ટકા, હરિયાણાના નુહમાં 23.5 ટકા, બિહારના અરરિયામાં 49.6 ટકા અને છત્તીસગઢના નારાયણપુરમાં 47.5 ટકા છે. આ સાથે જ ઝારખંડના નવ જિલ્લા પાકુર, સાહેબગંજ, ગઢવા, દેવઘર, પશ્ચિમ સિંહભુમ, ગિરિડીહ, લાતેહાર, ગોડ્ડા અને ગુમલામાં 50 ટકાથી ઓછું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ હરિયાણા: એક જ ગામમાં તાવને કારણે 8 બાળકોના મોત, આરોગ્ય વિભાગમાં હલચલ
આ પણ વાંચોઃ આસિયાનની એકતા ભારત માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે - PM મોદી