- વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) બન્ને રાજ્યોમાં થયેલા નુકસાનની સમીક્ષા કરશે
- વડાપ્રધાન પહેલા ભુવનેશ્વર પહોંચશે
- ચક્રવાતી તોફાન 'યાસ'ના વ્યાપક પ્રભાવોની સમીક્ષા કરી હતી
કોલકાતા / ભુવનેશ્વર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આજે ચક્રવાત 'યાસ'થી પ્રભાવિત ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. આ સમય દરમિયાન, તેઓ બન્ને રાજ્યોમાં થયેલા નુકસાનની સમીક્ષા કરશે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન પહેલા ભુવનેશ્વર પહોંચશે. માહિતી અનુસાર, મોદી આ સમયગાળા દરમિયાન સમીક્ષા બેઠક કરશે.
આ પણ વાંચોઃ ‘વાયુ’ ચક્રવાત મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સંદેશ
ઓડિશા અને પશ્ચિમ બંગાળના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના બાલાસોર, ભદ્રક અને પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.
ચક્રવાત 'યાસ'માં સર્જાયેલા વિનાશની સમીક્ષા બેઠક મુખ્યપ્રધાન મમતા બેનર્જી કરશે
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી(Chief Minister Mamata Banerjee)એ ગુરુવારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યની મુલાકાત લેવા આવશે, ત્યારે તેઓ ચક્રવાત 'યાસ' દ્વારા સર્જાયેલા વિનાશની સમીક્ષા કરવા તેમની સાથે બેઠક કરશે. બેનર્જીએ જણાવ્યું હતું કે, આ બેઠક શુક્રવારે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના કલાઇકુંડા ખાતે યોજાશે.
વડાપ્રધાન કલાઇકુંડામાં સમીક્ષા બેઠક કરશે
રાજ્ય સચિવાલયમાં પત્રકારો સાથે વાત કરતા મમતા બેનર્જી(Chief Minister Mamata Banerjee)એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના તોફાન પ્રભાવિત વિસ્તારોનો સર્વે કર્યા પછી અહીં આવશે. તે દીઘા થઈને કલાઇકુંડા આવશે અને ત્યાંથી જ દિલ્હી જશે. વડાપ્રધાન મારી સાથે કલાઇકુંડામાં સમીક્ષા બેઠક કરશે.
મુખ્યપ્રધાન બેનર્જી મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય સાથે હવાઇ સર્વેક્ષણ કરશે
મુખ્યપ્રધાન બેનર્જી(Chief Minister Mamata Banerjee)નો મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય સાથે શુક્રવારે ચક્રવાત પ્રભાવિત પૂર્વ મિદનાપુર, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના વિસ્તારોનો હવાઇ સર્વેક્ષણ કરવાનો પણ કાર્યક્રમ છે.
કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓને વહેલી તકે સામાન્ય જીવનને પુનર્સ્થાપિત કરવા જણાવ્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુરુવારે બેઠકની અધ્યક્ષતામાં ચક્રવાતી તોફાન 'યાસ'ના વ્યાપક પ્રભાવોની સમીક્ષા કરી હતી અને આ દરમિયાન તેમણે કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓને શક્ય તેટલી વહેલી તકે સામાન્ય જીવનને પુનર્સ્થાપિત કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આજે ચક્રવાત યાસ પર સમીક્ષા બેઠક કરશે
ચક્રવાતના કારણે ઓડિશામાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું
ચક્રવાતના કારણે ઓડિશામાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો છે કે, આ કુદરતી આફતના કારણે ઓછામાં ઓછા એક કરોડ લોકોને અસર થઈ છે. 'તૌકાતે' પછી એક અઠવાડિયા પછી દેશના કાંઠે અથડાનારુ યાસ બીજું ચક્રવાત તોફાન છે.