- સ્કોટલેન્ડના ગ્લાસગોમાં COP26માં PM મોદીનું સંબોધન
- અનુકૂલનને વિકાસ નીતિઓનો ભાગ બનાવવા કહ્યું
- તમામ દેશોને CDRI પહેલમાં જોડાવવા તમામ દેશોને કરી અપીલ
ગ્લાસગો: સ્કોટલેન્ડ (Scotland)ના ગ્લાસગોમાં આયોજિત 'વર્લ્ડ લીડર્સ સમિટ ઓફ કોપ-26' (COP26)ને સંબોધતા પીએમ મોદી (PM Modi)એ કહ્યું કે, આપણે અનુકૂલનને આપણી વિકાસ નીતિઓ (Development Policies) અને યોજનાઓનો મુખ્ય ભાગ બનાવવું પડશે.
નાગરિકોના જીવનસ્તરમાં થયો સુધારો
તેમણે કહ્યું કે, ભારતમાં નળથી જળ, સ્વચ્છ ભારત મિશન અને ઉજ્જવલા યોજના જેવી યોજનાઓથી અમારા જરૂરિયાતમંદ નાગરિકોને અનુકૂલન લાભો તો મળ્યા જ છે, તેમના જીવનસ્તરમાં પણ સુધારો થયો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પારંપારિક સમુદાયમાં પ્રકૃતિની સાથે સદભાવમાં રહેવાનું જ્ઞાન છે. આપણી અનુકૂલન નીતિઓમાં આને યોગ્ય મહત્વ મળવું જોઇએ. સ્કૂલના પાઠ્યક્રમોમાં પણ આને જોડવું જોઇએ.
CDRI પહેલથી જોડાવવા કરી અપીલ
તેમણે કહ્યું કે, અનુકૂલનની પદ્ધતિઓ સ્થાનિક હોય, પછાત દેશોને આ માટે વૈશ્વિક સહયોગ મળવો જોઈએ. ભારતે સ્થાનિક અનુકૂલન માટે વૈશ્વિક સહયોગ માટે કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિસ્ટન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલની શરૂઆત કરી હતી. હું તમામ દેશોને આ પહેલથી જોડાવવા અપીલ કરું છું. પીએમ મોદીએ કહ્યું કે, આબોહવા પર વૈશ્વિક ચર્ચામાં એડપ્ટેશનને એટલું મહત્વ નથી મળ્યું જેટલું મિટિગેશનને મળ્યું છે. આ એ વિકાસશીલ દેશો માટે અન્યાય છે જે આબોહવા પરિવર્તનથી વધુ પ્રભાવિત છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લાસગોમાં COP26ના વિશ્વ નેતા સમિટમાં પહોંચ્યા
આ પણ વાંચો: બંદૂકના જોરે અફઘાન ખેડૂતો પાસેથી 'જકાત' વેરો વસૂલી રહ્યું છે તાલિબાન