ETV Bharat / bharat

PM Modi meeting before budget session: PM મોદી બજેટ સત્ર પહેલા પ્રધાન પરિષદની બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર 2023ને લઈને 29 જાન્યુઆરીએ પ્રધાન પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પણ થવાની છે.

PM Modi will take a meeting of the Council of Ministers before the budget session

author img

By

Published : Jan 22, 2023, 4:37 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા 29 જાન્યુઆરીએ પ્રધાન પરિષદની બેઠક બોલાવી છે. નવા વર્ષ 2023માં મોદી સરકારના પ્રધાન પરિષદની આ પ્રથમ બેઠક હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં તમામ કેન્દ્રીય પ્રધાનો, રાજ્ય-સ્વતંત્ર પ્રભારી પ્રધાનો અને કેન્દ્ર સરકારના રાજ્ય પ્રધાનો ભાગ લેશે.

છેલ્લું સંપૂર્ણ બજેટ: નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળના છેલ્લા પૂર્ણ બજેટ પહેલા બોલાવવામાં આવેલી પ્રધાન પરિષદની બેઠક બજેટ સત્રની દૃષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. સંસદનું બજેટ સત્ર આ વખતે 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના સંબોધનથી થશે અને 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

લોક કલ્યાણના કામ માટે સૂચન: સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલા 29 જાન્યુઆરીએ બોલાવવામાં આવેલી પ્રધાન પરિષદની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ સત્રને લઈને તમામ મંત્રીઓને વિશેષ સૂચના આપી શકે છે. મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હોવાથી વડાપ્રધાન ઈચ્છે છે કે બજેટ રજૂ થયા બાદ સરકારના તમામ પ્રધાન તેના લોક કલ્યાણના પાસાઓને લોકો સમક્ષ ઉજાગર કરવા અથાક મહેનત કરે.

આ પણ વાંચો Surat News: ગેરન્ટી કાર્ડ અને મફતનું ગુજરાતના લોકો ક્યારેય સ્વીકારતા નથી: સી.આર.પાટીલ

G-20 બેઠકને લઈને પણ ચર્ચા: બેઠકમાં ભારતને મળેલી G-20ની અધ્યક્ષતા સંબંધિત કાર્યક્રમો પર પણ ચર્ચા થઈ શકે છે. G-20 સંબંધિત લગભગ 200 કાર્યક્રમો દેશભરમાં 50 થી વધુ સ્થળોએ યોજાનાર છે. G-20 દેશો ઉપરાંત, IMF અને વિશ્વ બેંક જેવી 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આ કાર્યક્રમોમાં ભાગ લેશે, તેથી ભારત સરકાર આ કાર્યક્રમોને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. સરકાર આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માંગે છે.

આ પણ વાંચો BBC documentary on PM Modi : PM મોદી પર બની બીબીસીની ડોક્યુમેન્ટ્રીને કહી ખોટી, મળી રહી છે આવી પ્રતિક્રિયાઓ

ખુબ જ મહત્વપૂર્ણ બેઠક: બેઠકમાં ઘણા મંત્રીઓ પોતપોતાના મંત્રાલયોની કામગીરી અંગે પ્રેઝન્ટેશન પણ આપી શકે છે. જો કે, મોદી કેબિનેટમાં ફેરબદલ અને વિસ્તરણના અહેવાલો વચ્ચે 29 જાન્યુઆરીએ યોજાનારી કેન્દ્રીય પ્રધાન પરિષદની બેઠકને પણ મોદી સરકારની વર્તમાન પ્રધાન પરિષદની છેલ્લી બેઠક કહેવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો કેબિનેટમાં ફેરબદલની કવાયત 29 જાન્યુઆરીએ યોજાનારી આ બેઠકના થોડા દિવસો બાદ જ શરૂ થઈ શકે છે. એકંદરે, 2023 માં યોજાનારી મોદી સરકારના પ્રધાન પરિષદની આ પ્રથમ બેઠક ઘણી રીતે ઘણી મહત્વપૂર્ણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.