નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ મુલાકાત દરમિયાન ટોચની 20 અમેરિકન કંપનીઓના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. તેઓ નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદો, આરોગ્ય નિષ્ણાતો વગેરે સહિત લગભગ 24 લોકોને મળશે. તેમાં ટેસ્લાના સહસ્થાપક ઇલોન મસ્ક, એસ્ટ્રોફિઝિસ્ટ નીલ ડીગ્રાસ ટાયસન, ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયક ફાલુ (ફાલ્ગુની શાહ), પોલ રોમર, નિકોલસ નસીમ તાલેબ, રે ડાલિયો, જેફ સ્મિથ, માઈકલ ફ્રોહમેન, ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલર, માઈકલ ફ્રોહમેનનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે તેમની મુલાકાત યાદીમાં ડો.પીટર આગ્રે, ડો.સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડનના નામ પણ છે.
ચાર દિવસના રોકાણમાં અનેક કાર્યક્રમો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે અમેરિકા પહોંચશે. તેઓ 21થી 24 જૂન દરમિયાન ચાર દિવસના અમેરિકામાં રોકાણ કરશે. નવી દિલ્હીથી રવાના થવા પહેલાં પોતાની અમેરિકા મુલાકાતને લઇને પીએમ મોદીએ કહ્યું કે તેમની આ મુલાકાતથી અમેરિકા સાથેના સંબંધો વધુ મજબૂત થશે. આ ખૂબ જ નિર્ણાયક સમયે થઇ રહ્યું છે જ્યારે વિશ્વ ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન મોદી 1,500થી વધુ વિદેશી અને વેપારી નેતાઓની સભાને સંબોધનનો કાર્યક્રમ પણ યોજાશે.
-
In USA, I will also get the opportunity to meet business leaders, interact with the Indian community and meet thought leaders from different walks of life. We seek to deepen India-USA ties in key sectors like trade, commerce, innovation, technology and other such areas.
— Narendra Modi (@narendramodi) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">In USA, I will also get the opportunity to meet business leaders, interact with the Indian community and meet thought leaders from different walks of life. We seek to deepen India-USA ties in key sectors like trade, commerce, innovation, technology and other such areas.
— Narendra Modi (@narendramodi) June 20, 2023In USA, I will also get the opportunity to meet business leaders, interact with the Indian community and meet thought leaders from different walks of life. We seek to deepen India-USA ties in key sectors like trade, commerce, innovation, technology and other such areas.
— Narendra Modi (@narendramodi) June 20, 2023
કેટલીક બિઝનેસ ડીલ થઇ શકે : મુલાકાત દરમિયાન સંભવિત જેટ એન્જિન મેન્યુફેક્ચરિંગ ડીલ થશે, જે ભારતીય એરસ્પેસમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જનરલ ઈલેક્ટ્રિક હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL) સાથે કરોડો ડોલરના સોદામાં ભારતમાં GE-F414 જેટ એન્જિનનું ઉત્પાદન કરે તે દિશામાં સોદો થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બિડેન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન અમેરિકા સાથે ભારતના વેપાર સંબંધો પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
વિઝા માટે વેઇટિંગ પિરિયડનો મુદ્દો : જો કે, ચર્ચાનો મુખ્ય વિષય વિઝા માટે વેઇટિંગ પિરિયડનો મુદ્દો હોઈ શકે છે. ભારતીયોને પ્રક્રિયા માટે 600 દિવસ સુધીની રાહ જોવાની અવધિનો સામનો કરવો પડે છે. ઉપરાંત, યુએસ ભારતને ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) હેઠળ વેપાર સ્તંભમાં જોડાવા માટે કહે તેવી અપેક્ષા છે. પીએમ મોદી 22 જૂને યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના છે જે બે વાર આવું સંબોધન કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન તરીકે ઐતિહાસિક ક્ષણ બની રહેશે.
રાજકીય પડકારોનો સામનો : ભારત-અમેરિકા સંબંધોને બદલવાની તક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને જોવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે સંબંધો સુધરેલા છે જે બંને દેશોની પારસ્પરિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારત અમેરિકાના સારા સંબંધો ભૌગોલિક રાજકીય પડકારોનો સામનો કરવા માટે પણ મહત્વપૂર્ણ છે.