ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાતે - primeminister news

વડાપ્રધાન મોદી એક મહિનામાં ત્રીજી વખત બંગાળની મુલાકાતે છે. તેઓ આસામની મુલાકાતે પણ જવાના છે. જણાવી દઈએ કે હુગલી જિલ્લામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેઓ સવારે સાડા અગિયાર વાગ્યે આસામના ધેમાજીમના સિલાપાથર ખાતે આયોજિત કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કરશે.

વડાપ્રધાન મોદી આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાતે

author img

By

Published : Feb 22, 2021, 2:50 PM IST

  • મોદી રાજ્યના અન્ય ઘણા રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે
  • તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કરશે
  • કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને તેઓ સવારે સાડા અગિયાર વાગ્યે આસામના ધેમાજીમના સિલાપાથર ખાતે આયોજિત કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન એન્જિનિયરિંગ કોલેજોનો શિલાન્યાસ પણ કરશે. આ પછી, તેઓ સાંજે 4.30 વાગ્યે પશ્ચિમ બંગાળના હુગલીમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. એક સત્તાવાર જાહેરાત મુજબ મોદી દેશને ઇન્ડિયન ઓઇલની બોંગાઇગાંવ રિફાઈનરીની એક કંપની, ડિબ્રુગઝના મધુવનમાં ઓઈલ ઇન્ડિયા લિમિટેડનું સેકન્ડરી ટેન્ક ફાર્મ અને તિનસુકિયાના હેબડા ગામ ખાતે ગેસ કંમ્પ્રેસર સ્ટેશનનું એકમ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ઘાટન કરશે અને સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ પણ કરશે.

રાજ્યપાલ જગદીશ મુખી સહિતના ઉપસ્થિત રહેશે

એક જાહેરાત મુજબ આસામના રાજ્યપાલ જગદીશ મુખી અને મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વડા પ્રધાન પશ્ચિમ બંગાળના નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી મેટ્રો રેલવેના વિસ્તારનું ઉદ્ઘાટન કરશે અને આ વિભાગ પર પ્રથમ મેટ્રો સેવાને ધ્વજવંદન કરશે. 464 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 4.1 કિ.મી.ના પટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત મોદી રાજ્યના અન્ય ઘણા રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.