- વડાપ્રધાન નરેન્દ્ર મોદી IIT ખડગપુરના 66માં દિક્ષાંત સમારોહને પણ સંબોધન કરશે
- હોસ્પિટલના નિર્માણમાં 250 કરોડ રૂપિયાનો ખર્ચ
- હોસ્પિટલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
પશ્ચિમ બંગાળ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. IIT ખડગપુરે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ અને રિસર્ચ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.
બલરામપુરમાં બનેલી આ હોસ્પિટલમાં 650 બેડ
પશ્ચિમ મેદનીપુર જિલ્લાના બલરામપુરમાં બનેલી આ હોસ્પિટલમાં 650 બેડ છે. હોસ્પિટલના નિર્માણમાં 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. એક સત્તાવાર નિવેદન મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી IIT ખડગપુરના 66માં દિક્ષાંત સમારોહને પણ સંબોધન કરશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખાર, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક અને કેન્દ્રીય શિક્ષણ રાજ્યપ્રધાન સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહેશે.
હોસ્પિટલમાં MBBS પ્રોગ્રામ પણ નવા શૈક્ષણિક વર્ષથી સંસ્થામાં શરૂ થવાની સંભાવના
શિક્ષણ મંત્રાલયના સહયોગથી IIT ખડગપુરે આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. જેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં મજબૂત બાયોમેડિકલ, ક્લિનિકલ અને ટ્રાન્સલેશનલ રિસર્ચ, રિમોટ ડાયગ્નોસ્ટિક્સ, ટેલિમેડિસિન, ટેલિરેડિયોલોજીના વિકાસ તેમજ દવાઓના ઉત્પાદન અને વિતરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અનુસ્નાતક અને ડોક્ટરલ કાર્યક્રમો ઉપરાંત, MBBS પ્રોગ્રામ પણ શૈક્ષણિક વર્ષ 2021-22થી સંસ્થામાં શરૂ થવાની સંભાવના છે.