નવી દિલ્હી: કોવિડના કેસોમાં વધારો થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ લેબોરેટરી સર્વેલન્સ વધારવા, ગંભીર તીવ્ર શ્વસન ચેપના તમામ કેસોનું પરીક્ષણ કરવા અને જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવા હાકલ કરી હતી. તેેમણે કોરોનાના નિયમોનું પાલન કરવા સુચન કર્યું હતું.
દેશમાં વધી રહ્યા છે કેસ: બુધવારે અપડેટ કરાયેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં 1,134 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 7,026 થઈ ગયા છે. પાંચના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 5,30,813 પર પહોંચી ગયો છે.
સરકારે જાહેર કરી માર્ગદર્શિકા: છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ કેસોના વધારાને પગલે કોવિડ 19 માટે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી હતી. સુધારેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે જ્યાં સુધી બેક્ટેરિયલ ચેપની શંકા ન હોય ત્યાં સુધી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ડોક્ટરની સલાહ લીધા બાદ જ કોઈ મેડિસીન લેવી જોઈએ. જેથી કરીને તેની કોઈ આડઅસર ન થાય.
આ પણ વાંચો: Corona Cases: અમદાવાદમાં 2 સપ્તાહથી વધી રહ્યા છે કોરોનાના કેસ, 2 ડોઝ લેનારા પણ થઈ રહ્યા છે સંક્રમિત
સાવધાન રહેલા અપીલ: ઉપરાંત શારીરિક અંતર, માસ્કનો ઉપયોગ, હાથની સ્વચ્છતા રાખવા સૂચનો કરવામાં આવ્યા છે. અન્ય સ્થાનિક ચેપ સાથે COVID-19 ના સંક્રમણની સંભાવનાને ધ્યાનમાં લેવી જોઈએ. હળવા રોગમાં પ્રણાલીગત કોર્ટીકોસ્ટેરોઈડ્સ સૂચવવામાં આવતા નથી. જો શ્વાસ લેવામાં તકલીફ, તાવ, ગંભીર ઉધરસ ખાસ કરીને જો 5 દિવસથી વધુ ચાલે તો તાત્કાલિક તબીબી ધ્યાન મેળવો.
આ પણ વાંચો: Ahmedabad News : યુવાનોમાં હાર્ટએટેક અને H3N2 વાયરસને લઈને ચિંતા, શ્વેતપત્રો પાડ્યા બહાર
નવો સબ-વેરિઅન્ટ H3N2 વાયરસ: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક સરકારોને વ્યૂહરચનાનું પાલન કરવા પત્ર લખી સૂચનો કર્યા છે. કારણ કે આ રાજ્યોમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક નવો સબ-વેરિઅન્ટ H3N2 વાયરસ સમગ્ર દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના કેસો પણ સામે આવી રહ્યા છે.