ETV Bharat / bharat

PM મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો કર્યો શિલાન્યાસ, કલ્યાણ સિંહને કર્યા યાદ - અલીગઢ સમાચાર

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022થી પહેલા પીએમ નરેન્દ્ર મોદીનો અલીગઢ પ્રવાસ ઘણો જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. અલીગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ અને ડિફેન્સ કૉરિડોરનો શિલાન્યાસ થવાનો છે. આને બીજેપીના મિશન યુપીની શરૂઆત માનવામાં આવે છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, રાજા મહેન્દ્ર સિંહનો ઇતિહાસ જરૂર વાંચવો જોઇએ. તેમનું જીવન પ્રેરણાત્મક છે.

PM મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો કર્યો શિલાન્યાસ

author img

By

Published : Sep 14, 2021, 6:49 PM IST

  • રાજા મહેન્દ્ર સિંહ યુનિવર્સિટીનો PM મોદીએ કર્યો શિલાન્યાસ
  • ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોરનું નિરીક્ષણ કર્યું
  • મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ રહ્યા ઉપસ્થિત

અલીગઢ: પીએમ નરેન્દ્ર મોદી અલીગઢ પહોંચી ચૂક્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપના નામથી બનાવવામાં આવી રહેલી યુનિવર્સિટીનો શિલાન્યાસ રાખ્યો છે. આ તક પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર છે. અલીગઢ પહોંચીને પીએમ મોદીએ ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોરનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદીની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. પીએમ મોદીએ અહીં યુનિવર્સિટીના મૉડલનું નિરીક્ષણ કર્યું.

કલ્યાણ સિંહને કર્યા યાદ

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "આજે અલીગઢ માટે, પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે ઘણો મોટો દિવસ છે. આજે રાધાષ્ટમી છે, જે આજના દિવસને વધુ પવિત્ર બનાવે છે. વ્રજ ભૂમિના કણ-કણમાં રાધા જ રાધા છે. હું આખા દેશને રાધાષ્ટમીની હાર્દિક શુભકામનાઓ આપું છું." તેમણે કહ્યું કે, "સ્વર્ગીય કલ્યાણ સિંહજીની ગેરહાજરીનો ઘણો જ અનુભવ કરી રહ્યો છું. આજે કલ્યાણ સિંહ આપણી સાથે હોત તો રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ સેક્ટરમાં બની રહેલી અલીગઢની નવી ઓળખને જોઇને ખુશ થયા હોત."

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને નમન કરવાનો પ્રયત્ન

પીએમ મોદીએ કહ્યું કે, "આજે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષનો પર્વ મનાવી રહ્યો છે, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો આ પ્રયત્નોને વધારે ગતિ આપવામાં આવી છે. ભારતની આઝાદીમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના યોગદાનને નમન કરવાનો પ્રયત્ન આવો જ એક પવિત્ર અવસર છે." તેમણે કહ્યું કે, "આજે દેશનો દરેક યુવાન જે મોટા સપનાઓ જોઈ રહ્યા છે, જે મોટા લક્ષ્ય મેળવવા ઇચ્છે છે, તેણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના વિશે જરૂર જાણવું જોઇએ, જરૂરથી વાંચવું જોઇએ. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના જીવનમાંથી આપણને અદ્દભુત ઇચ્છાશક્તિ મળે છે જે આપણા સપના પૂરા કરવા માટે કંઈપણમાંથી પસાર થવાની જીવનશક્તિ શીખવા મળે છે."

20મી સદીમાં થયેલી ભૂલો 21મી સદીનું ભારત સુધારી રહ્યું છે - PM મોદી

તેમણે કહ્યું કે, "આપણી આઝાદીના આંદોલનમાં આવા અનેક મહાન વ્યક્તિઓએ પોતાનું બધું જ હોમી દીધું, પરંતુ આ દેશનું દુર્ભાગ્ય રહ્યું કે આઝાદી બાદ આવા રાષ્ટ્ર નાયક અને રાષ્ટ્ર નાયિકાઓની તપસ્યાથી દેશની આગામી પેઢીઓને પરિચિત ના કરવામાં આવી. તેમની ગાથાઓ જાણવાથી દેશની અનેક પેઢીઓ વંચિત રહી ગઈ. 20મી સદીની એ ભૂલોને આજે 21મી સદીનું ભારત સુધારી રહ્યું છે." પીએમ મોદીએ કહ્યું કે, "આજે દેશના વડાપ્રધાન તરીકે મને ફરી એકવાર આ લ્હાવો મળ્યો છે કે હું રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ જેવા સ્વપ્નદ્રષ્ટા અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીના નામે બની રહેલી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરી રહ્યો છું."

પીએમ મોદીની આગેવાનીમાં ભારત દુનિયા માટે દ્રષ્ટાંત બન્યું - CM યોગી

પીએમ મોદીએ કહ્યું કે, "રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી ફક્ત ભારતની આઝાદી માટે જ નહોતા લડ્યા, પરંતુ તેમણે ભારતના ભવિષ્યના પાયામાં સક્રિય યોગદાન આપ્યું હતું. તેમણે પોતાની દેશ-વિદેશની યાત્રાઓમાં મળેલા અનુભવોનો ઉપયોગ ભારતની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે કર્યો હતો." આ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાર્યક્રમને સંબોધિત કર્યો. સીએમ યોગીએ કહ્યું કે, આખી દુનિયા કોરોનાથી લડી રહી છે. આવા સમયે ભારત જીવન અને રોજગારને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આગળ વધી રહ્યું છે. પીએમ મોદીની આગેવાનીમાં ભારત દુનિયા માટે દ્રષ્ટાંત બન્યું છે.

વધુ વાંચો: અલીગઢમાં PM Modi આજે રાજા મહેન્દ્રપ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

વધુ વાંચો: એ રાજાઓ અને જમીનદારો જેમણે અંગ્રેજોને વળતી લડત આપી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.