નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુલાકાત(Prime Minister meets President Kovind) કરી અને તેમને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને(russia declares war on ukrain) કારણે ઉભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ તેમજ યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ચાલી રહેલા ઓપરેશન વિશે જાણકારી આપી હતી. વડાપ્રધાને યુક્રેન સહિત વિવિધ મુદ્દાઓ વિશે પણ રાષ્ટ્રપપતિ સાથે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : Ukraine Russia invasion : પરમાણું એલર્ટને લઈને UNGAએ તુરંત સીઝફાયરના રાખી આશા
'ઓપરેશન ગંગા' પર ખાસ ભાર મુકાયો
યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટે સરકાર દ્વારા 'ઓપરેશન ગંગા' ચલાવવામાં આવી રહયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, યુક્રેનમાં સમગ્ર સરકારી તંત્ર તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, ભારત પાડોશી અને વિકાસશીલ દેશોના લોકો જે પૂર્વ યુરોપના યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા છે તેમની પણ મદદ કરશે. 24 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ યુક્રેનની એરસ્પેસ બંધ થવાને કારણે ભારત રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની તેની (યુક્રેનની) બોર્ડર પોસ્ટ દ્વારા ત્યાંથી તેના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે.
આ પણ વાંચો : Ukraine Russia invasion : ભારતે કહ્યું, "કૂટનીતિના માર્ગે પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી"
અન્ય દેશોને પણ કરશે ભારત મદદ
વડાપ્રધાન મોદીએ ભારતીયોને સુરક્ષિત અને સરળ રીતે બહાર કાઢવા માટે યુક્રેનના પડોશી દેશોમાં પહોંચવા માટે ચાર કેન્દ્રીય પ્રધાનોને સંકલન કરવાની જવાબદારી સોંપી છે. આ અંતર્ગત કેન્દ્રીય પ્રધાન વી.કે સિંહ પોલેન્ડમાં, કિરેન રિજિજુ સ્લોવાકિયામાં, હરદીપ પુરી હંગેરીમાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવામાં સંકલન કરશે.