ETV Bharat / bharat

India Mobile Congress 2023: 'ભારત 6Gમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે' - PM મોદી - ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર

PM મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે India મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન PM મોટી ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ વડાપ્રધાનને તેમની કંપની દ્વારા ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે કરવામાં આવી રહેલા કામ વિશે માહિતી આપી હતી.

India Mobile Congress 2023
India Mobile Congress 2023
author img

By ANI

Published : Oct 27, 2023, 12:46 PM IST

નવી દિલ્હી: PM મોદીએ દેશની સૌથી મોટી ટેલિકોમ ઈવેન્ટ 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023'ની સાતમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર તેમણે કહ્યું કે ગયા વર્ષે અમે 5G રોલઆઉટ માટે અહીં એકઠા થયા હતા, આખી દુનિયા આશ્ચર્યની નજરે ભારત તરફ જોઈ રહી હતી. અમે વિશ્વનું સૌથી ઝડપી 5G રોલઆઉટ કર્યું અને દરેક ભારતીય સુધી 5G પહોંચાડવાનું કામ શરૂ કર્યું. અમે રોલઆઉટ સ્ટેજમાંથી રીચઆઉટ સ્ટેજ પર ગયા.

  • #WATCH हमारे यहां 2G के समय क्या हुआ था, शायद नई पीढ़ी को नहीं पता होगा...हमारे कालखंड में 4G का विस्तार हुआ लेकिन एक दाग भी नहीं लगा है। मुझे विश्वास है कि 6G में भारत विश्व का नेतृत्व करेगा: PM मोदी pic.twitter.com/BpeNG4hUzQ

    — ANI_HindiNews (@AHindinews) October 27, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2Gના સમયમાં આપણા દેશમાં શું થયું, કદાચ નવી પેઢીને ખબર નહીં હોય... આપણા સમયગાળામાં 4Gનો વિસ્તાર થયો પણ એક પણ ક્ષતિ રહી નથી. મને વિશ્વાસ છે કે ભારત 6Gમાં વિશ્વનું નેતૃત્વ કરશે. ભારતનું સેમિકન્ડક્ટર મિશન માત્ર આપણી સ્થાનિક જરૂરિયાતો જ નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતોને પણ પૂરી કરવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે.

  • PM Modi inaugurates an exhibition at the 7th edition of India Mobile Congress in Delhi

    Akash Ambani, Chairman of Reliance Jio Infocomm Ltd explains to the PM the work being done by his company in the area of telecommunications pic.twitter.com/SOUmTaqAH9

    — ANI (@ANI) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આકાશ અંબાણી સાથે વાતચીત: કાર્યક્રમના ઔપચારિક ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોટી ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ PM મોદીને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે તેમની કંપની દ્વારા કરવામાં આવી રહેલી નવીનતાઓ વિશે માહિતી આપી હતી. આકાશ અંબાણીએ Reliance Jioની Space Fiber પહેલ વિશે જણાવ્યું, જે 1 Gbps સુધીની સ્પીડ પ્રદાન કરવામાં સક્ષમ છે. Jio ભારત ઉપકરણ જે 4G સેવાઓ પ્રદાન કરે છે તે પણ Jio પેવેલિયનમાં પ્રદર્શિત થાય છે.

ટેક્નોલોજી ક્ષેત્રે ઈનોવેશન: ભારતી એન્ટરપ્રાઈઝના ચેરપર્સન સુનીલ ભારતી મિત્તલે પણ વડાપ્રધાન સાથે વાત કરી હતી. મોબાઈલ કોંગ્રેસમાં, ભારતી એન્ટરપ્રાઈઝ 5G પ્લસ, AI-સક્ષમ ટેક્નોલોજી અને અન્ય ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી ટેક્નોલોજીઓ સાથે ઈનોવેશનના ભાવિનું પ્રદર્શન કરી રહી છે. અગાઉ, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે ભારતના અગાઉના દુર્ગમ ભૌગોલિક વિસ્તારોમાં હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગીગાફાઇબર સેવા 'જિયોસ્પેસફાઇબર'નું નિદર્શન કર્યું હતું. Jio એ તેના નવા સેટેલાઇટ બ્રોડબેન્ડનું પણ પ્રદર્શન કર્યું હતું.

  • भारत का सेमीकंडक्टर मिशन सिर्फ अपनी घरेलू जरूरत ही नहीं, दुनिय की जरूरत पूरी करने के विज़न पर आगे बढ़ रहा है: PM मोदी pic.twitter.com/36tLYHKBaj

    — ANI_HindiNews (@AHindinews) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

31 દેશો કરશે ભાગીદારી: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે આ ત્રણ દિવસીય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ઇવેન્ટમાં એક લાખથી વધુ સહભાગીઓ, 1,300 થી વધુ પ્રતિનિધિઓ, 400 થી વધુ વક્તાઓ, 225 થી વધુ પ્રદર્શકો અને 400 સ્ટાર્ટઅપ્સની અપેક્ષા છે. એકંદરે 31 દેશોની ભાગીદારી હશે. આ ઉપરાંત આ વર્ષે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ 'એસ્પાયર' પણ રજૂ કરશે.

  1. PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત
  2. PM Modi MH Visit Today : વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.