- વડાપ્રધાન મોદીએ કોવિડ 19ની સ્થિતિ અંગે ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી ચર્ચા
- વડાપ્રધાનને રાજ્યને પૂરતા પ્રમાણમાં રસી પૂરી પાડવા વિનંતી કરી
- રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પુડુચેરીના મુખ્યપ્રધાન સાથે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ તેમના રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા ચિતાર મેળવ્યો હતો.
આ પણ વાંચો - કોરોના રસી, ઓક્સિજન અને દવાઓ સાથે વડાપ્રધાન મોદી પણ ગુમ: રાહુલ ગાંધી
કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ સાથે રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન ભૂપેશ બધેલે વડાપ્રધાન મોદી જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, તેમ પણ જણાવ્યું હતું.
વડાપ્રધાનને રાજ્યને પૂરતા પ્રમાણમાં રસી પૂરી પાડવા વિનંતી કરી
આ સાથે ભૂપેશ બધેલે વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું કે, જ્યાં હજૂ પણ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેવા વિસ્તારમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમણે વડાપ્રધાનને રાજ્યને પૂરતા પ્રમાણમાં રસી પૂરી પાડવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રોગચાળાની પરિસ્થિતિનો તાગ મેળવવા નિયમિતપણે મુખ્યપ્રધાનો સાથે વાત કરે છે.
આ પણ વાંચો - વડાપ્રધાન મોદીએ બેઠકમાં રસીકરણ અને કોરોના પર ચર્ચા કરી
કોરોના મુક્ત થનારા લોકોની સંખ્યા વધીને 2,07,95,335 થઈ
ભારતમાં છેલ્લા 25 દિવસમાં રવિવારના રોજ કોવિડ -19ના એક જ દિવસમાં સૌથી ઓછા 3.11 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 4,077 લોકોના મોતને કારણે મૃતકોની સંખ્યા 2,70,284 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, કોવિડ -19માં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘટીને 36,18,458 થઈ ગઈ છે, કુલ સંક્રમણના કુલ કેસના 14.66 ટકા છે. કોવિડ -19થી સ્વસ્થ થતા લોકોનો રાષ્ટ્રીય દર ( રિકવરી રેટ ) સુધર્યો છે અને તે 84.25 ટકા છે. કોરોના મુક્ત થનારા લોકોની સંખ્યા વધીને 2,07,95,335 થઈ છે, જ્યારે મૃત્યુ દર 1.09 ટકા નોંધાયો છે.
આ પણ વાંચો - કોવિડ કેસમાં ઊછાળો: નરી બેજવાબદારી