ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી કરશે કેદારનાથના દર્શન, અનેક વિકાસ પરીયોજનાનું કરશે અનાવરણ - સેફ હાઉસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 5 નવેમ્બરે (નવા વર્ષે) કેદારનાથના દર્શને આવશે. તેને લઈને તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. કેદારનાથમાં વાતાવરણ ખરાબ હોય છે તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડાપ્રધાન ગૌચરમાં લેન્ડ કરી શકે છે. તેને લઈને તંત્રએ સમગ્ર તૈયારી કરી છે.

કેદારનાથમાં PM Modiના આગમનની તૈયારી પૂર્ણ, ચમોલીમાં ઈમરજન્સી લેન્ડિંગની કરાઈ વ્યવસ્થા

author img

By

Published : Nov 4, 2021, 12:30 PM IST

Updated : Nov 4, 2021, 10:49 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 નવેમ્બરે (બેસતા વર્ષે) દર્શન માટે આવશે કેદારનાથ
  • ચમોલી જિલ્લા તંત્રએ ગૌચરમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તૈયારીઓ કરી પૂર્ણ
  • કેદારનાથમાં વાતાવરણ ખરાબ હશે તો વડાપ્રધાન ગૌચરમાં કરી શકે છે લેન્ડિંગ

ચમોલી (ઉત્તરાખંડ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલે 5 નવેમ્બરે (બેસતા વર્ષે) કેદારનાથના પ્રવાસે (Kedarnath Tour) આવી રહ્યા છે. તેવામાં ચમોલી જિલ્લા તંત્રએ ગૌચરમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. જો કેદારનાથમાં વાતાવરણ ખરાબ થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડાપ્રધાન ગૌચરમાં લેન્ડ કરી શકે છે, જેને લઈને ચમોલીના ગૌચરમાં તંત્ર દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- દેશભરમાં ઉજવાઈ રહ્યો છે રોશનીનો તહેવાર દિવાળી, PM મોદી સહિતના દિગ્ગજોએ આપી શુભેચ્છાઓ

વડાપ્રધાન માટે ગૌચરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કેદારનાથમાં વાતાવરણ ખરાબ થવા કે અન્ય સંભવિત કારણોથી ગૌચરમાં હેલિકોપ્ટર લેન્ડિંગની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અહીં હેલિકોપ્ટરની રિફ્યુલિંગ પણ કરવામાં આવશે. ગૌચરમાં વૈકલ્પિક રીતે સેફ હાઉસ, PM ઓફિસ અને અન્ય તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. DIG અને એસપી યશવંત ચૌહાણે તમામ જવાનોને VVIP ડ્યૂટી દરમિયાન પૂરી સતર્કતા અને ચોકસાઈ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો- PM મોદી સૈનિકો સાથે દિવાળીની કરશે ઉજવણી

કોરોનાને ધ્યાનમાં રાખી વિશેષ સાવચેતીઃ VVIP ડ્યૂટીમાં કોરોના સુરક્ષાને જોતા પણ વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. ડ્યૂટી પર હાજર રહેનારા કર્મચારીઓના કોરોના ટેસ્ટની સાથે જ માસ્ક અને શારીરિક અંતર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. ગૌચર હવાઈ પટ્ટી, સેફ હાઉસ, PM હાઉસ અને અન્ય પ્રમુખ સ્થળોને નિયમિત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

અધિકારીઓને અપાયા નિર્દેશઃ જિલ્લાધિકારી હિમાંશુ ખુરાનાએ ગૌચરમાં તમામ લાઈઝન અધિકારીઓને બ્રીફ કરતા વ્યવસ્થાઓને ચુસ્ત રાખવાનો નિર્દેશ આપ્યો છે. તો સુરક્ષા વ્યવસ્થાઓને લઈને DIG કરણસિંહ નગનિયાલ, DIG સિક્યોરિટી કૃષ્ણકુમાર વીકે અને પોલીસ અધિક્ષક યશવંત સિંહ ચૌહાણે પોલીસ સુરક્ષા બળોને જરૂરી નિર્દેશ આપ્યા છે.

કેદારનાથ ધામમાં તૈયારી પૂરજોશમાંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ તમામ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. દિવાળીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન માટે ધામમાં પહોંચી રહ્યા છે. કેદારનાથની સાથે દેશના અન્ય 11 જ્યોતિર્લિંગોમાંથી પણ એક સાથે વર્ચ્યૂઅલી પૂજા-અર્ચના કરવામાં આવશે.

Last Updated : Nov 4, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.