- સિરમોરના પાંવટા સાહિબના હરિપુર ટોહાનામાં ખેડૂત મહાપંચાયત
- રાકેશ ટિકૈત સહિત અન્ય રાષ્ટ્રીય ખેડૂત નેતાઓ પણ રહ્યા શામેલ
- કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતાઓ ખેડૂતોને જાગૃત કરશે
આ પણ વાંચોઃ હરીયાણના કૈથલમાં ખેડૂત મહાપંચાયત, હજારો લોકો મહાપંચાયત જોડાયા
પાંવટા સાહિબ (હિમાચલ પ્રદેશ): સિરમોરના પાંવટા સાહિબના હરિપુર ટોહાનામાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં રાકેશ ટિકૈત સહિત અન્ય રાષ્ટ્રીય ખેડૂત નેતાઓ પહોંચ્યા છે. પંડાલમાં બેઠેલા ખેડૂતોએ તાળીઓના ગડગડાટ સાથે રાકેશ ટિકૈતનું સ્વાગત કર્યું હતું. આપને જણાવી દઈએ કે, ચૌધરી રાકેશ ટિકૈત, ગુરનામ સિંહ ચઢૂની, અભિમન્યુ, ચરણજિતસિંહ જૈલદાર, હરપ્રિતસિંહ ખાલસા, જસવિન્દરસિંહ વિલિંગ પણ ઉપસ્થિત રહ્યા છે.
આ પણ વાંચોઃ હિસારમાં આજે બુધવારે મયડ ટોલ પર મહિલાઓની મહાપંચાયત યોજાશે
તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
કૃષિ કાયદાના વિરોધમાં હિમાચલમાં પહેલી વખત ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતના માધ્યમથી ખેડૂતોને કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત નેતાઓ જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, દેવભૂમિ પાંવટામાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.