ETV Bharat / bharat

karnataka Hijab Controversy: શાળાઓ અને કોલેજોમાં યુનિફોર્મ જરૂરી, નહિ તો કાલે ઉઠીને નાગા સાધુઓ પણ લઈ શકે છે કોલેજોમાં પ્રવેશ

author img

By

Published : Feb 12, 2022, 5:54 PM IST

Updated : Feb 12, 2022, 7:37 PM IST

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ (karnataka Hijab Controversy) વચ્ચે શનિવારે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ (Hijab controversy continues in Karnataka) કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાનતા અને ભાઈચારાને પ્રોત્સાહન (PIL in SC) આપવા અને રાષ્ટ્રીય અખંડિતતા માટે નોંધાયેલ શૈક્ષણિક સંસ્થાઓમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડનો (uniform dress code)અમલ કરવા વિનંતી કરવામાં આવી છે.

karnataka Hijab Controversy: શાળાઓ અને કોલેજોમાં યુનિફોર્મ ડ્રેસ જરૂરી નહિ તો, કાલે ઉઠીને નાગા સાધુઓ પણ લઈ શકે છે કોલેજોમાં પ્રવેશ

નવી દિલ્હીઃ યુનિફોર્મ ડ્રેસ કોડ માટે (karnataka Hijab Controversy) સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL in SC) દાખલ કરવામાં આવી છે. હિજાબ વિવાદ સંબંધિત (Hijab controversy continues in Karnataka) અન્ય બાબતોનો ઉલ્લેખ સર્વોચ્ચ અદાલત સમક્ષ ઝડપી ટ્રાયલ માટે કરવામાં આવ્યો હતો, જેણે કર્ણાટક હાઈકોર્ટની 3 સભ્યોની બેંચ સમક્ષ પેન્ડિંગ મામલાની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, તે દરેક નાગરિકના બંધારણીય અધિકારોનું રક્ષણ કરશે. અને યોગ્ય સમયે આ બાબતે સુનાવણી કરશે.

આ પણ વાંચો: Hijab Controversy: SCએ કહ્યું, દરેકના બંધારણીય અધિકારોનું રક્ષણ થશે, યોગ્ય સમયે સુનાવણી કરાશે

શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ

હાઈકોર્ટે તેના વચગાળાના આદેશમાં કર્ણાટક સરકારને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા જણાવ્યું છે. આ સાથે જ કોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ગોમાં કોઈપણ પ્રકારના ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય અને અશ્વિની દુબે મારફત નિખિલ ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી નવી PILમાં કેન્દ્ર સરકારને ન્યાયિક કમિશન અથવા નિષ્ણાત સમિતિની રચના કરવા માટે નિર્દેશ માંગવામાં આવ્યો છે, જે સામાજિક અને આર્થિક ન્યાય, સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી, વિદ્યાર્થીઓમાં ભાઈચારો, આદર, એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા શીખવવા અને પ્રોત્સાહન આપવાના માર્ગો સૂચવે.

શૈક્ષણિક સંસ્થાઓ બિન-આવશ્યક ધાર્મિક પ્રથાઓનું પાલન કરવા માટે નથી

અરજીમાં કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત કાયદા પંચને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજીમાં કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં થયેલા વિરોધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક સંસ્થાઓ બિનસાંપ્રદાયિક જાહેર સ્થળો છે અને તે જ્ઞાન અને શાણપણના ઉપયોગ માટે, સારા સ્વાસ્થ્ય અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે છે, અને આવશ્યક અને બિન-આવશ્યક ધાર્મિક પ્રથાઓનું પાલન કરવા માટે નથી.

આ પણ વાંચો: Hijab Row : કર્ણાટકમાં યુનિવર્સિટીઓ અને કોલેજો 16 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે

તમામ શાળાઓ અને કોલેજોમાં સમાન ડ્રેસ કોડ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓના બિનસાંપ્રદાયિક પાત્રને જાળવવા માટે તમામ શાળાઓ અને કોલેજોમાં સમાન ડ્રેસ કોડ લાગુ કરવો ખૂબ જ જરૂરી છે, અન્યથા, કાલે ઉઠીને નાગા સાધુઓ આવશ્યક ધાર્મિક પ્રથાને ટાંકીને કોલેજોમાં પ્રવેશ લઈ શકે છે અને કપડાં વિના વર્ગમાં જોડાઈ શકે છે.

Last Updated : Feb 12, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.