ETV Bharat / bharat

SC on PFI: સુપ્રીમ કોર્ટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI) પર કેન્દ્ર સરકારના પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી દીધી - રાજસ્થાન

PFI તરફથી દલીલ કરતા વકીલે પણ સુપ્રીમ કોર્ટના નિવેદનને યોગ્ય માન્યું છે. જેમાં PFIએ સુપ્રીમ કોર્ટમાં જતાં પહેલા હાઈ કોર્ટમાં જવું વધુ યોગ્ય છે તેવું દર્શાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ અનિરુદ્ધ બોઝ અને ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીની સંયુક્ત બેન્ચ સમક્ષ આ અરજી પર સુનાવણી થઈ હતી. વાંચો ઈટીવી ભારતના સુમિત સક્સેનાનો રિપોર્ટ

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 7:34 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 'પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા'(PFI)પર યુએપીએ અંતર્ગત કેન્દ્ર સરકારે લગાવેલ પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અનિરુદ્ધ બોઝ અને ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીની સંયુક્ત બેન્ચે જણાવ્યું કે ન્યાયાધિકરણના આદેશ વિરુદ્ધ PFIએ પહેલા હાઈ કોર્ટમાં જવાનું યોગ્ય રહેત.

PFI તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને સુપ્રીમ કોર્ટની બેન્ચના આ નિવેદન સાથે સહમતિ દર્શાવી છે. શ્યામ દિવાને પણ PFIએ પહેલા હાઈ કોર્ટમાં જવું જોઈતું હતું અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં જવુ જોઈએ તેમ યોગ્ય માનું છે. ત્યારબાદ સંયુક્ત બેન્ચે આ અરજીને ફગાવી દીધી અને હાઈ કોર્ટમાં જવાની પરવાનગી આપી છે. PFIએ પોતાની અરજીમાં યુએપીએ ન્યાયાધીકરણના 21મી માર્ચના આદેશને પડકારતી અરજી કરી હતી. જેમાં કેન્દ્રના 27 સપ્ટેમ્બર, 2022ના ચુકાદાને સમર્થન અપાયું હતું.

કેન્દ્રમાં રહેલ મોદી સરકારે ઈસ્લામિક સ્ટેટ જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથેના સંબંધો અને દેશમાં સાંપ્રદાયિક નફરત ફેલાવવાના પ્રયત્નો બદલ PFI પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે PFI અને તેના સહયોગીને 'ગેરકાયદેસર સંઘ' જાહેર કર્યા હતા. જેમાં રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન(RIF), કેમ્પસ ફ્રંટ ઓફ ઈન્ડિયા (CFI),ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ(AIIC), નેશનલ કન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન(NCHRO), રાષ્ટ્રીય મહિલા મોરચા, જૂનિયર મોરચા, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને કેરળના રિહેબ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારની NIA જેવી સુરક્ષા એજન્સીઓ પણ વર્તમાનમાં PFI અને તેના સહયોગી સંગઠનોને પૂરા પાડવામાં આવતા ફંડિંગને રોકવા અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. જેમાં તાજેતરમાં જ રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં NIAએ અનેક દરોડા પાડ્યા હતા. આ દરોડામાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમના ઘરોમાંથી શંકાસ્પદ સામગ્રી પણ NIA દ્વારા કબ્જે કરવામાં આવી છે. ધરપકડ થયેલા આરોપીઓની NIA સઘન પુછપરછ કરી રહી છે.

  1. SC to Centre : શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે શૌચાલય અને સેનેટરી નેપકિન વિતરણને લઇને કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્દેશ
  2. Supreme Court : સુપ્રીમ કોર્ટે આવકથી વધુ સંપત્તિ કેસમાં તમિલનાડુના શિક્ષણપ્રધાનની અરજી ફગાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.