ETV Bharat / bharat

મેડલમાં નહીં, જાતિ અને ધર્મમાં છે રસ: લવલીનાનો ધર્મ શું છે? ગૂગલ પર તે સર્ચ કરવામાં ગુજરાતીઓ ચોથા નંબરે… - lovlina religion

ધર્મ અને જાતિને લઈને છેલ્લા ઘણા સમયથી કંઈક અલગ જ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. જે રાજકારણને છોડીને હાલમાં અન્ય જગ્યાએ પણ જોવા મળી રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં બ્રોન્ઝ મેડલ મેળવનારી પી વી સિંઘૂની જાતિ અને બોક્સિંગમાં મેડલ સુનિશ્ચિત કરનારી લવલીના બોરગોહેનનો ધર્મ શું છે? તે જાણવા માટે લોકો ગૂગલ સર્ચ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં પણ લવલીનાનો ધર્મ જાણવામાં ગુજરાતીઓ દેશભરમાં ચોથા નંબરે આવે છે.

લવલીનાનો ધર્મ શું છે?
લવલીનાનો ધર્મ શું છે?
author img

By

Published : Aug 3, 2021, 11:07 PM IST

Updated : Aug 4, 2021, 3:17 PM IST

  • લોકોને મેડલમાં નહીં, પરંતુ પ્લેયર્સનો ધર્મ અને જાતિ જાણવામાં છે રસ
  • લોકો ગૂગલ પર લવલીના બોરગોહેનનો ધર્મ સર્ચ કરી રહ્યા છે
  • લવલીના સહિત પી વી સિંધૂની જાતિ શું છે? તે પણ કરાઈ રહ્યું છે સર્ચ

ન્યૂઝ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં બોક્સર લવલીના બોરગોહેને ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો છે. જ્યારે પી વી સિંધૂ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ મેળવીને આજે મંગળવારે જ ભારત પરત ફરી છે. ત્યારે આ બન્ને ખેલાડીઓના પ્રદર્શનની જગ્યાએ તેમની જાતિ અને ધર્મ શું છે, તે અંગે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે. તેમાં પણ લવલીનાનો ધર્મ શું છે? તે સર્ચ કરવામાં ગુજરાત ચોથા ક્રમાંકે છે.

લવલીનાનો ધર્મ શું છે? ગૂગલ પર તે સર્ચ કરવામાં ગુજરાતીઓ ચોથા નંબરે…

પી વી સિંધૂની જાતિ અંગે સૌથી વધારે આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં કરાયું સર્ચ

પી વી સિંધૂની જાતિ સૌથી વધુ આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં સર્ચ કરવામાં આવી હતી. આ સિવાય તેલંગણા, ઉત્તર પ્રદેશ અને બિહારનો પણ સમાવેશ થાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, જે સમયે પી વી સિંધૂએ મેડલ જીત્યો તે સમયમાં જ ગૂગલ પર પી વી સિંધૂની જાતિ સૌથી વધારે સર્ચ થઈ હતી.

ઓલિમ્પિક્સમાં મેડલ મેળવનારી લવલીનાનો ધર્મ અને સિંધૂની જાતિ શું છે?

આ પ્રથમ કિસ્સો નથી, જ્યારે પ્લેયર્સની જાતિ અને ધર્મ સર્ચ કરાઈ હોય

આ પ્રથમ કિસ્સો નથી, કે જ્યારે ગૂગલ પર કોઈ ભારતીય પ્લેયરની જાતિ કે ધર્મ સર્ચ કરવામાં આવ્યો હોય. આ અગાઉ સાક્ષી મલિક, પુલેલા ગોપીચંદ, દીપિકા કુમારી, સંજૂ સેમસન સહિતના પ્લેયરોની જાતિ પણ ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી.

Last Updated : Aug 4, 2021, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.