ETV Bharat / bharat

બીમારીની જેમ ફેલાઈ રહ્યો છે લિવ-ઈન-રિલેશનમાં રહેવાનો ટ્રેન્ડ: ભાજપ સાંસદ ધરમવીર સિંહ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ધરમવીર સિંહે ગુરુવારે લોકસભામાં માંગ કરી હતી કે સરકારે દેશમાં 'લિવ-ઇન' સંબંધો પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે, પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવી જોઈએ. નીચલા ગૃહમાં શૂન્યકાળ દરમિયાન ધરમવીર સિંહે કહ્યું હતું કે, દેશમાં પ્રેમ લગ્નમાં વધારો થવાને કારણે છૂટાછેડાના કેસમાં પણ વધારો થયો છે, તેમજ લિવ-ઈન રિલેશનશિપને કારણે દેશની સંસ્કૃતિ બરબાદ થઈ રહી છે.

બીમારીની જેમ ફેલાઈ રહ્યો છે લિવ-ઈન-રિલેશનમાં રહેવાનો ટ્રેન્ડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 8:01 PM IST

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સાંસદે ગુરુવારે લોકસભામાં માંગ કરી હતી કે સરકારે દેશમાં 'લિવ-ઇન' સંબંધો પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવવો જોઈએ. પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવી જોઈએ. હરિયાણાના ભિવાની-મહેન્દ્રગઢથી લોકસભાના સાંસદ ધરમવીર સિંહે પણ નીચલા ગૃહમાં શૂન્યકાળ દરમિયાન કહ્યું હતું કે, દેશમાં પ્રેમ લગ્નમાં વધારો થવાને કારણે છૂટાછેડાના કેસમાં પણ વધારો થયો છે. લિવ-ઈન રિલેશનશિપને કારણે દેશની સંસ્કૃતિ બરબાદ થઈ રહી છે.

છૂટાછેડાના કેસમાં વધારો થવાની આશંકા: ધરમવીર સિંહે કહ્યું કે, ભારતીય સમાજમાં લગ્ન પરંપરાગત રીતે પરિવારો દ્વારા ગોઠવવામાં આવે છે, જેમાં યુવક અને યુવતીની પણ સંમતિ હોય છે. તેણે કહ્યું કે આવા સંબંધોમાં ફેમિલી બેકગ્રાઉન્ડને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમણે દાવો કર્યો હતો કે છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકા અને પશ્ચિમી દેશોમાં છૂટાછેડાના કેસમાં વધારો થયો છે. તેનું એક મહત્વનું કારણ પ્રેમ લગ્ન છે. માટે બંને પક્ષોની સંમતિ ફરજિયાત છે.

ભાજપ સાંસદે વધુમાં કહ્યું કે, આવા સંબંધોમાં આગળ જતાં ઝઘડાઓ વધે છે, અને બંને પક્ષોના 'પરિવાર' બરબાદ થઈ જાય છે. તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે, પ્રેમ લગ્નના કેસોમાં યુવક અને યુવતીના માતા-પિતાની સંમતિ અને બંને પક્ષોની સંમતિ ફરજિયાત બનાવવી જોઈએ. સિંહે વધુમાં કહ્યું કે, પશ્ચિમી દેશોની જેમ ભારતમાં પણ 'લિવ-ઈન' રિલેશનશિપ જેવી સામાજિક દુષણો વધી રહ્યાં છે, જેના ગંભીર પરિણામો આવી રહ્યા છે.

દેશની સંસ્કૃતિ બરબાદ થઈ રહી છે: લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાના ટ્રેન્ડના કારણે આપણી સંસ્કૃતિ બરબાદ થઈ રહી છે. તેમણે કહ્યું કે જો આમ જ ચાલતું રહ્યું તો જે સભ્યતા અને સંસ્કૃતિ માટે આપણે જાણીતા છીએ, તે એક દિવસ ખતમ થઈ જશે. સિંહે કહ્યું કે દેશમાં 'લિવ-ઈન' સંબંધોને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ.

  1. સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો લોકોને ન્યાય મળવામાં થતા વિલંબનો મુદ્દો, મોદી સરકારની નીતિ પર પણ ઉઠાવ્યો સવાલ
  2. નેપાળી પોશાકમાં જોવા મળ્યા મમતા બેનર્જી, ચાના બગીચામાં પાંદડા તોડ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.