- બન્ને દેશો વચ્ચે શાંતિ જાળવવા આ વર્ષે 25 ફેબ્રુઆરીએ કરાર કરવામાં આવ્યો હતો
- ગોળીબારમાં કોઈ જાનહાની થવાની સૂચના નથી
- બન્ને દેશોએ અગાઉ 2003માં યુદ્ધવિરામ પર કરાર કર્યો હતો
જમ્મુ: પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના સામ્બા જિલ્લામાં સોમવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) પાસે ફાયરિંગ કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ સોપોર હુમલામાં લશ્કરના આતંકી શામેલ હોવાના સંકેત: પોલીસ
બન્ને દેશો વચ્ચે શાંતિ જાળવવા આ વર્ષે 25 ફેબ્રુઆરીએ એક નવો કરાર કરાયો હતો
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બન્ને દેશો વચ્ચે શાંતિ જાળવવા આ વર્ષે 25 ફેબ્રુઆરીએ એક નવો કરાર કરવામાં આવ્યો હતો. લગભગ બે મહિના પછી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પહેલીવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
ગોળીબારમાં કોઈ જાનહાની થવાની સૂચના નથી
બીએસએફના જમ્મુ ફ્રન્ટીયર ઈન્સ્પેક્ટર જનરલ એન.એસ.જામવાલાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન રેન્જર્સે સવારે 6.15 ક્લાકે આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારમાં કોઈ ઉશ્કેરણી કર્યા વિના ગોળીબાર કર્યો હતો. જોકે, ગોળીબારમાં કોઈ જાનહાની થવાની સૂચના નથી.
આ પણ વાંચોઃ શોપિયામાં 3 આતંકી ઠાર, અનંતનાગમાં અથડામણ ચાલુ
વાડ નજીક પેટ્રોલીંગ કરી રહેલી ટીમ પર ગોળીબાર કર્યો હતો
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ કોઇ પણ ઉશ્કેરણી કર્યા વિના વાડ નજીક પેટ્રોલીંગ કરી રહેલી ટીમ પર ગોળીબાર કર્યો હતો. ભારત અને પાકિસ્તાને નિયંત્રણ રેખા પાસે અને અન્ય ક્ષેત્રોમાં યુદ્ધવિરામ માટે ફેબ્રુઆરીમાં થયેલા કરારનું કડક પાલન કરવા સંમત થયા હતા. બન્ને દેશોએ અગાઉ 2003માં યુદ્ધવિરામ પર કરાર કર્યો હતો, પરંતુ તેનું પાલન કરવામાં આવ્યું ન હતું.