પુણેઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ રાહુલ બજાજ આજે પંચતત્વમાં વિલીન(Rahul Bajaj's funeral) થઈ જશે. પદ્મભૂષણ રાહુલ બજાજના પાર્થિવ દેહને તેમના અકુર્ડી સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું શનિવારે અવસાન(Death of Rahul Bajaj) થયું. તેમના નિધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ શરદ પવાર સહિત અન્ય લોકોએ પણ શોક વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Rahul Bajaj Passes Away : વરિષ્ઠ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન
અંતિમ સંસ્કાર સાંજે 4.30 કલાકે કરવામાં આવશે
રાહુલ બજાજના અંતિમ સંસ્કાર સાંજે 4.30 કલાકે કરવામાં આવશે. બજાજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના વડા રાહુલ બજાજ લાંબા સમયથી બીમાર હતા. કેન્સર પીડિત રાહુલ બજાજ લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. રાહુલ બજાજના પૂણેના વૈકુંઠ કબ્રસ્તાનમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ પણ વાંચો : રાહુલ બજાજે બજાજ ઓટોનું છોડ્યું અધ્યક્ષ પદ
2001માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા
રાહુલ બજાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પુણેના અકુર્ડી સ્થિત તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે. 30 વર્ષની ઉંમરે બજાજ ઓટોની જવાબદારી સંભાળનાર રાહુલ બજાજને 2001માં ભારત સરકાર દ્વારા દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.