- ત્રીજી લહેરની આશંકા વચ્ચે અભ્યાસમાં થયો મહત્વપૂર્ણ ખુલાસો
- દેશમાં અડધાથી વધુ લોકો માટે માત્ર પ્રથમ ડોઝ અસરકારક
- કોરોના વેક્સિનેશન કાર્યક્રમને લઈને ફેરબદલ કરવા માગ
ન્યૂઝ ડેસ્ક: દેશમાં વધી રહેલા કોરોનાના કેસો અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે થયેલા એક અભ્યાસમાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. જણાવવામાં આવ્યું છે કે દેશની અડધી વસ્તી માટે કોરોના રસીકરણના બે ડોઝ લેવા અત્યંત જરૂરી છે. જ્યારે તેટલા જ અન્ય લોકો માટે વેક્સિનનો એક ડોઝ જ જરૂરી છે.
જુદા જુદા 7 અભ્યાસો કરવામાં આવ્યા હતા
કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોમાં વેક્સિનનો પ્રથમ ડોઝ અસરકારક છે. આ પરિસ્થિતિમાં નિષ્ણાતો સરકારને કોરોના રસીકરણ કાર્યક્રમમાં તાત્કાલિક ફેરફાર કરવાની માગ કરી રહ્યાં છે. ખરેખર, કોરોના વેક્સિનની પ્રભાવશીલતા અને તેની જરૂરીયાતને લઇ કરવામાં આવેલા સાત અભ્યાસ બાદ નિષ્ણાંતો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે.
ત્રણ વેક્સિન પર કરાયેલા અભ્યાસના પરિણામો એક સરખા
ICMR દ્વારા કરાયેલા ચોથા સીરો સર્વેમાં જાણવા મળ્યું હતું કે, દેશની 67.6 ટકા વસ્તીમાં કોરોનાની સામે એન્ટીબોડી મળી છે. આ દરમ્યાન એક કોવેક્સિન અને કોવિશીલ્ડ રસી પર કરાયેલા અભ્યાસ મુજબ ત્રણેય અભ્યાસના પરિણામ એક જેવા છે. તારણમાં સામે આવ્યું છે કે જે લોકોને પહેલા કોરોના થયો. તેઓ સ્વસ્થ થયા બાદ તેવા લોકોને રસીનો પ્રથમ ડોઝ અસરકારક સાબિત થયો હતો.