ETV Bharat / bharat

Omicron Death in Rajasthan 2021 : ઉદયપુરમાં ઓમિક્રોન સંક્રમિત વૃદ્ધનું મોત - ઉદયપુરમાં 73 વર્ષીય વૃદ્ધનું ઓમિક્રોનથી મોત

ઉદયપુરમાં ઓમિક્રોનથી સંક્રમિત 73 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમની સારવાર ચાલી રહી હતી. મેડિકલ હિસ્ટ્રી અનુસાર તેઓ ડબલ કોરોના નેગેટિવ થઈ ગયાં હતાં. તેઓ (Omicron Death in Rajasthan 2021) સવીનાના રહેવાસી હતાં.

Omicron Death in Rajasthan 2021 : ઉદયપુરમાં ઓમિક્રોન સંક્રમિત વૃદ્ધનું મોત

author img

By

Published : Dec 31, 2021, 2:26 PM IST

ઉદયપુર: ઉદયપુરમાં ઓમિક્રોનથી સંક્રમિત 73 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત આ દર્દીની મેડિકલ હિસ્ટ્રી અનુસાર તેઓ કોરોનાથી ડબલ નેગેટિવ થઈ ચૂક્યાં હતાં. સવીનાના રહેવાસી (Omicron Death in Rajasthan 2021) વૃદ્ધ છેલ્લાં 15 દિવસથી હોસ્પિટલમાં સારવાર (Omicron infected old man dies in Udaipur ) માટે દાખલ હતાં.

ઓમિક્રોન સંક્રમણની પુષ્ટિ થઈ હતી

25 ડિસેમ્બરે મૃતકને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. ઉદયપુર આરોગ્ય વિભાગે આ દર્દીના મૃત્યુ (Omicron Death in Rajasthan 2021) માટે કોવિડ પછીની સમસ્યાઓને જવાબદાર ગણાવી છે. વિભાગના જણાવ્યા અનુસાર (Omicron infected old man dies in Udaipur) વૃદ્ધને ન્યૂમોનિયા, હાઈપરટેન્શન અને ડાયાબિટીસની સમસ્યા હતી. દરમિયાન ઉદયપુરમાંથી અત્યાર સુધીમાં 3 વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યાં છે.

આ પણ વાંચોઃ Omicron in Delhi : વિદેશથી આવતા પ્રવાસીઓએ હોટલ અને કોવિડ કેર સેન્ટરમાં ક્વોરેન્ટીન રહેવું પડશે

ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની વધી રહી છે સંખ્યા

આપને જણાવીએ કે ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના 309 નવા કેસ આવવાથી દેશમાં તેના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે. આ સાથે કોવિડ-19ના 16,764 નવા કેસ પણ સામે આવ્યા છે અને 220 દર્દીઓએ જીવ (Death due to omicron 2021) ગુમાવ્યો છે.

373 લોકો સ્વસ્થ થઈ ગયાં અથવા દેશ છોડી દીધો

શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ અપડેટ ડેટા અનુસાર અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1,270 કેસ નોંધાયા છે, જેમાંથી 374 લોકો સ્વસ્થ થઈ ગયા છે અથવા દેશ છોડી ગયા છે. ભારતમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 450 કેસ છે. આ પછી દિલ્હીમાં 320, કેરળમાં 109 અને ગુજરાતમાં 97 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ Omicron Cases India: કોરોના સામે સુરક્ષા ધોરણોમાં બેદરકારી રાખવી પડી શકે છે ભારે

64 દિવસ પછી 16,000ના આંકને વટાવી ગયા કેસ

માહિતી અનુસાર કોવિડ-19ના દૈનિક કેસ લગભગ 64 દિવસ પછી 16,000ના આંકને વટાવી ગયાં છે. ભારતમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 3,48,38,804 થઈ ગઈ છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 91,361 થઈ છે. ભારતમાં એક દિવસમાં કોવિડ-19 સંક્રમણના 16,794 નવા કેસ નોંધાયા છે, જ્યારે(Death due to omicron 2021) 220 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક (Omicron Death in Rajasthan 2021) 4,81,080 પર પહોંચી ગયો છે. 27 ઓક્ટોબરે 24 કલાકમાં કોરોના વાયરસના 16,158 નવા કેસ નોંધાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.