- પૂર્વ મુખ્યપ્રધાન અમર અબ્દુલ્લાએ પણ ટ્વિટ કરીને તંત્ર પાસે મદદ માંગી
- હોસ્પિટલમાં દાખલ થવા માટે હોય ICU બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન ન મળતા લોકો હેરાન
- તંત્રએ કહ્યું, CMOએ ટીમને મોકલી આપી છે, મદદ ટૂંક સમયમાં કરવામાં આવશે
નવી દિલ્હી (નોઈડા): ગૌતમબુદ્ધ નગરમાં સંક્રમણમાં ભારે વઘારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ થવા માટે હોય, ICU બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન અથવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે લોકો સોશિયલ મીડિયા દ્વારા સતત મદદ માટે જિલ્લા વહીવટી સમક્ષ હાથ ફેલાવી રહ્યા છે.
આ પણ વાંચો: નોઇડાની કંપનીએ બનાવ્યું પોર્ટેબલ વેન્ટટિલેટર, કિમત માત્ર 1.5 લાખ
CMOએ ટીમને મોકલી આપી
આ બાબતે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અમર અબ્દુલ્લાએ પણ ટ્વિટ કરીને ગૌતમબુદ્ધ નગરના CMO પાસે ઈન્જેક્શનની માંગ કરી હતી. માહિતી વિભાગના ટ્વિટર હેન્ડલ પરથી પૂર્વ મુખ્યપ્રધાન અમર અબ્દુલ્લાના ટ્વિટ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપતા કહેવામાં આવ્યું કે, CMOએ ટીમને મોકલી આપી છે, મદદ ટૂંક સમયમાં મળી જશે.
આ પણ વાંચો: દિલ્હીમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 357ના મૃત્યુ
અમર અબ્દુલ્લાએ ટ્વિટર પર માંગી મદદ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું હતું કે, ગૌડ શહેરમાં રહેતા તેના મામા કોરોનાથી સંક્રમિત છે. તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આરોગ્ય વિભાગને મદદ માટે અપીલ કરતા નંબર પણ શેર કર્યો હતો. ગૌતમ બુદ્ધ મ્યુનિસિપલ ઇન્ફર્મેશન વિભાગે પૂર્વ મુખ્યપ્રધાનના ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, CMOએ ટીમને મોકલી આપી છે, મદદ ટૂંક સમયમાં કરવામાં આવશે.