ETV Bharat / bharat

Olympics in India: ભારતને 2036ના ઓલ્મપિકની યજમાની કરવી છે પણ દેશને એક પ્રોએક્ટિવ સ્ટ્રેટેજીની જરુર છે - ભારતના વડા પ્રધાન

ભારત અત્યારે 2036ના ઓલ્મપિકના યજમાન બનવાની યોજનામાં વ્યસ્ત છે, પરંતુ ભારતે આ વૈશ્વિક સ્પર્ધામાં વિજેતા દેશો વચ્ચે પોતાનું સ્થાન બનાવવા માટે પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી બનાવવી બહુ જરૂરી છે.

ભારતને 2036ના ઓલ્મપિકની યજમાની કરવી છે
ભારતને 2036ના ઓલ્મપિકની યજમાની કરવી છે
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 4:53 PM IST

હૈદરાબાદઃ દર ચાર વર્ષે યોજાતી ઓલ્મપિક ગેમ્સ વિશ્વભરના કરોડો ચાહકો અને વિવેચકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્પર્ધામાં ખેલકુદ કૌશલ્ય અને વૈશ્વિક એક્તાના મનમોહક દ્રશ્યો સર્જાતા હોય છે. આ 'વસુધૈવ કુટુંબકમ' જેવા ગાઢ સિદ્ધાંતનું પ્રતીક છે. જેમાં સમગ્ર વિશ્વને એક પરિવારની ઉપમા આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ લગભગ 140 કરોડ દેશવાસીઓના સપના સમાન ઓલ્મપિકમાં ભારતની યજમાની માટે અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલ્મપિક કમિટિ(IOC)ની સમિટ દરમિયાન આ જાહેરાત થઈ હતી. વડા પ્રધાને 2036માં ભારત યજમાન બનવાનું સન્માન મેળવે તે માટે સમર્પણની પ્રતિજ્ઞા કરી હતી. જેમ સમગ્ર વિશ્વ આગામી વર્ષમાં ઓલ્મપિક સ્પર્ધા માટે પેરિસ, 2028ની સ્પર્ધા માટે લોસ એન્જેલસ તેમજ 2032ની સ્પર્ધા માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન જેવા શહેરની યજમાનીની રાહ જોઈ રહ્યું છે. ડિસેમ્બરમાં કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે અમદાવાદ શહેરમાં ભારત ઓલ્મપિક સ્પર્ધાની યજમાની કરી શકે છે તેવો ખુલાસો કર્યો હતો. ભારત આ મુદ્દે અત્યારે ઈન્ડોનેશિયા, જર્મની અને કતાર જેવા દેશો સાથે સ્પર્ધામાં છે. આ દેશો પણ આ સમ્માનિત રમત સ્પર્ધાની યજમાની કરવાનું ગૌરવ લેવા માટે ભારતની સ્પર્ધા કરી રહ્યા છે. ઓલ્મપિકનું આયોજન એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ આયોજન પૂરતા નાણાંના રોકાણથી ક્યાંય વિશેષ છે. જેમાં એક્સટેન્સિવ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઈમ્પ્રૂવ્ડ અર્બન એમેનિટિઝ, વીજળી અને પાણીની યોગ્ય પૂરવઠો પૂરી પાડતી સિસ્ટમ, એફિસિયન્ટ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ઈમ્પેકેબલ સેનિટેશન સ્ટાન્ડર્ડનો સમાવેશ થાય છે. 200થી વધુ દેશોના એથ્લેટ્સ અને કરોડો ફેન્સને મહેમાનગતિ પૂરી પાડવા માટે આ આયામો આવશ્યક છે. તાજેતરમાં ટોકયોમાં યોજાયેલ ઓલ્મપિક સ્પર્ધા દરમિયાન ખૂબ જ ખર્ચ થઈ ગયો હતો. પ્રારંભમાં આ ખર્ચનો અંદાજ 700 કરોડ ડોલર્સ(5800 કરોડ રુપિયા)નો હતો. જે સ્પર્ધા પૂરી થઈ ત્યાં સુધી વધીને લગભગ બમણો થઈ ગયો હતો. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ સ્પર્ધાના આયોજનમાં નાણાંકીય વિવેક અને પારદર્શકતા સર્વોપરી છે. ભૂતકાળમાં થયેલા અનુભવો પરથી શીખવું જોઈએ. નવી દિલ્હીમાં 2010માં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં થયેલો ભ્રષ્ટાચાર એક કલંક સમાન છે. ઈન્ટરનેશલ હોસ્પિટાલિટી સ્ટાન્ડર્ડસને શક્ય બનાવવા પ્રશંસનીય છે. તેની સાથે રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ અને પર્યાપ્ત સંખ્યામાં પદક પ્રાપ્તિ પણ મહત્વપૂર્ણ છે.

2021માં ટોક્યો ખાતે રમાયેલ ઓલ્મપિક સ્પર્ધામાં ભારતના કુલ 125 એક્સપર્ટ એથ્લેટ્સે ભાગ લીધો હતો. તેઓ ટોક્યોમાંથી કુલ 7 મેડલ જીતીને સ્વદેશ પરત ફર્યા હતા. જેમાં એક ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ સામેલ હતા. આ સિદ્ધિએ ભારતને 48મો ક્રમ અપાવ્યો હતો. જો કે યુએસએ અને ચીન અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે રહ્યા હતા. યજમાન જાપાન 27 ગોલ્ડ, 14 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. આ પરિણામો જોતો ઓલ્મપિક પ્રત્યેની મહત્વકાંક્ષા સ્પષ્ટ થઈ જાય છે. જાપાનથી 10 ગણી વધારે વસ્તીવાળા ભારત પાસેથી 2024માં પેરિસ ખાતે યોજાનાર ઓલ્મપિકમાં બે આંકડામાં મેડલ જીતવાની આશા છે. જો કે ભારતે દક્ષિણ એશિયન ગેમ્સમાં પોતાની શ્રેષ્ઠતાનો દાવો કર્યો છે, જો કે ઓલ્મપિક પ્રદર્શન એટલું અપેક્ષિત નથી. ઓલ્મપિક જેવા વર્લ્ડ લેવલના સ્પોર્ટ્સ કોમ્પિટિશનની યજમાની કરવામાં ભારતે ઘણી ઉત્કૃષ્ટતતા દાખવવી પડશે. ખાસ કરીને ઓલ્મપિકમાં ભારતે ગર્વ પૂર્વક તિરંગો લહેરાવવો જોઈએ અને રમત ગમતમાં એક પાવરહાઉસ સાબિત થવું જોઈએ. તેના માટે એથ્લેટ સિલેક્શન અને કોમ્પ્રેહેન્સિવ ટ્રેનિંગની તાતી જરૂરિયાત છે. અત્યારે ઈન્ડિયન ઓલ્મપિક એસોશિયેશન(IOA) વિવાદના વમળમાં ઘેરાયેલું છે. જેનાથી દેશની સ્પોર્ટ્સ ઈમ્પ્રેશન પર જોખમ આવી પડ્યું છે. તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલ્મપિક કમિટિ(IOC) દ્વારા IOAની ટીકા કરવામાં આવી છે. જેમાં ફૂલટાઈમ CEOને નિમવામાં ભારતે ટીકા સહન કરવી પડી છે. જેનાથી બે સંગઠન વચ્ચે તણાવ વધી ગયો છે. ભવિષ્યને ધ્યાને લેતા 2025માં IOCના નવા પ્રેસિડન્ટની ચૂંટણી થવાની છે તેમજ 2036માં ઓલ્મપિકની યજમાની ભારત કરી શકે તેવી તક સર્જાઈ શકે છે. ભારતની યજમાની માટેની જે પણ ભૂમિકા રહે પરંતુ સમગ્ર વિશ્વમાં ઓલ્મપિક ક્ષેત્રે અગ્રણી દેશોમાં ભારતે પોતાનું સ્થાન બનાવવા એક પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી બનાવવી બહુ આવશ્યક છે. જેમાં એલિમેન્ટ્રી સ્કૂલથી લઈને સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટની યોજનાઓ સઘન બનાવવાની જરૂરિયાત છે. સ્પોર્ટ્સ ટીચર્સની સંખ્યા વધારવી જોઈએ. દેશના દરેક જિલ્લામાં એક ઉચ્ચ સ્તરીય સ્પોર્ટ્સ ફેસિલિટી સ્થાપવી જોઈએ. વર્લ્ડ લેવલના ટીચર્સને હાયર કરવા જોઈએ, જન્મજાત ટેલેન્ટને ઓળખી તેને વધારી શકે તેવી પ્રણાલિઓ આવશ્યક છે. આ ઉપરાંત, સરકારે ઓલ્મપિક બાદ સ્ટેડિયમના ઉપયોગ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. જેના પરિણામે દેશની અર્થ વ્યવસ્થા પર આ સ્ટેડિયમરુપી ધોળા હાથીનો આર્થિક ભાર ન આવી પડે.

  1. Olympics 2036: ઓલિમ્પિકના આયોજન માટે ગુજરાતના 22 સ્થળો યોગ્ય જણાયા
  2. જામનગરના કલાકારે ઓલમ્પિક વિજેતાઓની બનાવી અદભુત રંગોળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.