ETV Bharat / bharat

Odisha Accident: મુસાફરો ભરેલી બે બસની જીવલેણ ટક્કર, 12ના મૃત્યુ

ઓડિશાના ગંજામ જિલ્લામાં સોમવારે વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મુસાફરો ભરેલી બે બસોની ભયંકર ટક્કર થઈ હતી. જેમાં 12 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. ઉપરાંત અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્યપ્રધાન નવીન પટનાયકે મૃતકના પરિવારજનો માટે 3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

Odisha Accident News : મુસાફરો ભરેલી બે બસની ભયાનક ટક્કર, 12 લોકોએ જીવ ગુમાવ્યો

author img

By

Published : Jun 26, 2023, 12:28 PM IST

ગંજામ : ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગોઝારા માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. ગંજામ જિલ્લામાં બે બસો વચ્ચેની અથડામણમાં 12 મુસાફરોના મોત થયા હોવાની માહિતી છે. ઉપરાંત અકસ્માતમાં અન્ય 8 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જિલ્લાના દિગપહાંડી પાસે સોમવારે વહેલી સવારે આ માર્ગ અકસ્માત થયો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તોને બ્રહ્મપુરની MKCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ રીતે સર્જાયો અકસ્માત : ઓડિશા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની (OSRTC) બસ રાયગડાથી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર જઈ રહી હતી. આજે વહેલી સવારે OSRTCની બસ એક ખાનગી બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. આ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા દસ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઉપરાંત ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં મળતી માહિતી મુજબ મૃત્યુઆંક 12 થયો છે અને અન્ય આઠ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોની સારવાર બ્રહ્મપુરની MKCG હોસ્પિટલમાં ચાલી રહી છે. અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે, જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મૃતકના પરિવારને સહાય : મુખ્યપ્રધાન નવીન પટનાયકે મૃતકના પરિવારજનોને રૂ. ત્રણ લાખની સહાય રકમની જાહેરાત કરી છે. આ સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી (CMRF) આપવામાં આવશે. ઉપરાંતસ ઘાયલોને મફત તબીબી સારવાર પણ આપવામાં આવશે. નવીન પટનાયકે પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

ખાનગી બસમાં હતી જાન : અકસ્માત અંગે જાણ થતા જ જિલ્લા સ્તરીય અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં બચાવ કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ખાનગી બસ લગ્નની જાન સાથે બ્રહ્મપુર વિસ્તારના ખંડાદેઉલી ગામથી પરત ફરી રહી હતી. ઓડિશા સરકારે ગંજામ જિલ્લા વહીવટીતંત્રની દેખરેખ હેઠળ મફત સારવાર સાથે દરેક ઈજાગ્રસ્તને 30,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

  1. Surat Accident : સુરતમાં ડમ્પર બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મૃત્યુ, ડમ્પર બળીને ખાખ થયું
  2. Patan News : માતાજીની માનતા પુરી કરીને આવતા ભક્તોને નડ્યો અકસ્માત, એકનું મોત છ ઈજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.