ફિરોઝાબાદ: જ્યારે પણ ધર્મ અને આસ્થાની વાત આવે છે ત્યારે એની ચર્ચા થયા વગર રહેતી નથી. ખાસ કરીને અલગ અલગ સમુદાયના લોકો કે ધર્મના લોકો જ્યારે એક સમભાવ અને શ્રદ્ધાથી કોઈ ઉજવણી કરે છે ત્યારે સૌનું ધ્યાન આકર્ષિત થાય છે. આવું જ બન્યુ છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં. જ્યાં એક મુસ્લિમ પરિવારે રામજન્મોત્સવની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો:Sand Art of Ram: સુદર્શન પટ્ટનાયકે સમુદ્ર કિનારે દોર્યું ભગવાન રામનું સુંદર રેતીકલા ચિત્ર
દેવીમામાં શ્રદ્ધા: ફતેહપુરમાં રહેતા કર્ખા રફીક મોહંમદનો પરિવાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિમાં માને છે. આ પરિવારે રામનવમી ઉજવી હતી એટલું જ નહીં આ પરિવારને દેવીમામાં પણ સારી એવી આસ્થા છે. આ પરિવારે માતાજીનો હવન પણ કરાવ્યો હતો. ઘંટ પણ અર્પણ કર્યો હતો. પૂજા વિધિ પૂરી થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું. આ પરિવારે એક માનતા માની હતી જે પૂરી થતા આ પૂજા વિધિ કરાવવામાં આવી હતી. આ પરિવાર કોઈ ફરજિયાતપણાથી નહીં પણ રાજીખુશીથી માને છે.
ચર્ચાનો વિષય: આ પરિવારે રામનોમની આસ્થા સાથે પૂજા કરતા કરી હતી. જેના કારણે એની ચર્ચા સમગ્ર ફિરોઝાબાદમાં થઈ રહી છે. રફીક મોહંમદના માતા હફીજન બેગમે જણાવ્યું હતું કે, દીકરાએ માનતા માની હતી. જે પૂરી થઈ. આ માટે તેમણે રામનોમના દિવસે પૂજા પાઠ કરાવ્યા હતા. દેવીમાતાને ઘંટ અર્પણ કર્યો હતો. રામનવમીના દિવસે પથવારી મંદિરમાં ખાસ પૂજા કરાવી હતી. મંત્રોચ્ચાર સાથે હવન પણ કરાવ્યો હતો.
આ પણ વાંચો: Chaitra Navratri 2023: નવમાં દિવસે મા દુર્ગાના નવમાં સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની પૂજા
દરેક ધર્મને માન: આ મામલે રફીકભાઈ કહે છે કે, હું મુસ્લિમ છું પણ દરેક ધર્મનું સન્માન કરૂ છું. ફિરોઝપુરમાં રામનવમીના દિવસે એક અનોખી શ્રદ્ધાના દર્શન થયા હતા. ફિલ્મ ધૂલ ફૂલનું એક સરસ ગીત છે. તુ હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઈન્સાન કિ ઔલાદ હૈ ઈન્સાન બનેગા. રફીકભાઈની માનતા 17 વર્ષ બાદ પૂરી થઈ હતી. એટલું જ નહીં પંડિતજીની સાથે રહીને મંત્રો પણ બોલ્યા હતા.