નવી દિલ્હી: ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્રેટરી એસ કૃષ્ણને ગુરુવારે જણાવ્યું હતું કે CERT-In એ Apple દ્વારા મોકલવામાં આવેલા ચેતવણી સંદેશ વિશે વિપક્ષી સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાની તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે આ અંગે કંપનીને નોટિસ પણ મોકલવામાં આવી છે. આઇટી સેક્રેટરીએ આશા વ્યક્ત કરી કે Apple આ મુદ્દે CERT-Inની તપાસમાં સહકાર આપશે.
-
CERT-In starts probe into Apple threat notification matter: IT secretary
— ANI Digital (@ani_digital) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story| https://t.co/cc7fvcyqWl#CERT #Apple #IT #notification #secretary pic.twitter.com/oJuMPtAjn6
">CERT-In starts probe into Apple threat notification matter: IT secretary
— ANI Digital (@ani_digital) November 2, 2023
Read @ANI Story| https://t.co/cc7fvcyqWl#CERT #Apple #IT #notification #secretary pic.twitter.com/oJuMPtAjn6CERT-In starts probe into Apple threat notification matter: IT secretary
— ANI Digital (@ani_digital) November 2, 2023
Read @ANI Story| https://t.co/cc7fvcyqWl#CERT #Apple #IT #notification #secretary pic.twitter.com/oJuMPtAjn6
એસ ક્રિષ્નને એક કાર્યક્રમમાં પત્રકારોને કહ્યું, 'CERT-Inએ તેની તપાસ શરૂ કરી દીધી છે. તેઓ આ તપાસમાં સહકાર આપશે.' ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અથવા CERT-In એ કોમ્પ્યુટર સુરક્ષા સંબંધિત મુદ્દાઓનો જવાબ આપવા માટે રાષ્ટ્રીય નોડલ એજન્સી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું એપલને નોટિસ મોકલવામાં આવી છે? તેમણે કહ્યું, 'હા'.
ફોન હેક કરવાનો પ્રયાસ: મંગળવારે કેટલાક વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓને એપલ તરફથી તેમના iPhones પર 'સરકાર દ્વારા પ્રાયોજિત હેકિંગ પ્રયાસ' વિશે ચેતવણીના સંદેશાઓ મળ્યા છે. આ કથિત હેકિંગ પ્રયાસ માટે સરકાર જવાબદાર છે અને આ મુદ્દે તપાસ કરવા માંગ કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે સરકાર સંપૂર્ણ તપાસ કરશે.
વિપક્ષના આરોપોને ફગાવ્યા: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતાઓ કેસી વેણુગોપાલ, શશિ થરૂર, પવન ખેડા, સુપ્રિયા શ્રીનેત અને ટીએસ સિંહદેવ, શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા, આમ આદમી પાર્ટી (આપ) રાઘવ ચઢ્ઢા, સીપીઆઈ(એમ) મહાસચિવ સીતારામ યેચુરી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ આવા ચેતવણીભર્યા મેસેજ મળ્યા છે.