- આંતકિ ફંડિગ બબાતે જમ્મુ-કાશ્મીપમાં તપાસ
- NIA અને CRPF કરી રહી છે તપાસ
- 40 જગ્યાએ કરી રહી છે તપાસ
શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) આંતકિ ફંડિગ બાબતે જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સ્થાનો પર છાપેમારી કરી રહ્યા છે. જાણકારી અનુસાર NIAની ટીમ રવિવારે સવારે શોપિયા, અનંતનાગ અને બાંદિપોરા સહિત કાશ્મીર ઘાટીના વિભિન્ન જિલ્લાઓમાં છાપેમારી કરી રહી છે.
NIA કરી રહી છે તપાસ
તપાસ સાથે NIAના એક અધિકારીએ જણાવ્યું કે એજન્સી CRPFની સાથે મળીને જમ્મુ-કાશ્મીરના કેટલાય જિલ્લાના કેટલાક જગ્યાએ તપાસ કરી રહી છે, જોકે હાલમાં અધિકારી કેસ વિશે જણાવી રહ્યા નથી.
આ પણ વાંચો : આજે ‘પાંચ વર્ષ જનસુખાકારીના’, 'શહેરી જન સુખાકારી દિન’ તરીકે કરાશે ઉજવણી
40 સ્થળોએ તપાસ
એજન્સીના એક સુત્રએ કહ્યું કે આંતકવાદ વિરોધી તપાસ એજન્સી પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીના એક વરિષ્ઠ સદસ્યની સાથે જોડાયેલા પરિસરની તપાસ કરી રહ્યા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે ઓછામાં ઓછા 40 સ્થાનો પર તપાસ ચાલી રહી છે. સૂત્રોને અનુસાર એજન્સીએ એક નવો કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ થવાના કોંગ્રેસના દાવાને ટ્વિટરે નકારી કાઢ્યો
ફલાહ-એ-આમ ટ્રસ્ટની ઓફિસ તપાસ
કહેવામાં આવી રહ્યું છે કે નૌગામમાં સ્થિત ફલાહ-એ-આમ ટ્રસ્ટની ઓફિસ પર પણ છાપેમારી કરી રહી છે. હાલના દિવસોમાં NIAએ બે અલગ-અલગ કેસમાં અલગ-અલગ જગ્યા પર તપાસ કરી રહી છે એને કેટલાય લોકોની ધરપકડ પણ કરી રહી છે.